________________
નૈગમનયની અપેક્ષાએ જીવો અને અજીવોની હિંસા મનાય છે. આ વ્યક્તિએ જીવની હિંસા કરી અને આ જીવે ઘટની હિંસા કરી.' ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ છે. સ્વરૂપનો નાશ કરવાદિના કારણે અજીવની હિંસા મનાય છે. હિંસા શબ્દનો પ્રયોગ જીવાજીવ-ઉભયમાં અનુગત હોવાથી નૈગમનય બંન્નેની હિંસા માને છે. તેમ જ તેના પ્રતિપક્ષરૂપે અહિંસા પણ બંન્નેની માને છે. વસ્તુના પરિચાયક બધા જ પ્રકારોને ધ્યાનમાં લેવાનું કાર્ય નૈગમન કરે છે. વસ્તુને વાસ્તવિક રીતે જણાવવા માટેના સર્વ પ્રકારો નૈગમનયને માન્ય છે. સર્વનયોમાં આ નય ખૂબ જ સ્થૂલ છે.
સંગ્રહનયની અપેક્ષાએ અને વ્યવહારનયની અપેક્ષાએ પૃથ્વીકાયાદિ છ જવનિકાયની જ હિંસા મનાય છે. અજીવની હિંસા આ નયોથી મનાતી નથી. અહીં સંપ્રદ પદ દેશસંગ્રહને જણાવે છે. કારણ કે સામાન્યગ્રાહી સંગ્રહનો સમાવેશ નૈગમનમાં થઈ જાય છે. આશય એ છે કે નૈગમનયને અભિમત પદાર્થને- સામાન્ય(જાતિ)ની અપેક્ષાએ અનેકને- પણ એકસ્વરૂપ સંગ્રહનય માને છે. સમગ્ર વિશ્વને સત્ત્વની અપેક્ષાએ સંગ્રહ નય એક માને છે. આ સંગ્રહ નયને ‘સામાન્યગ્રાહી' સંગ્રહનય કહેવાય છે. સકલ વિશ્વમાંના તે તે ઘટ-પટ વગેરેને ઘટત્વ-પટવાદિની અપેક્ષાએ; પરસ્પર ભિન્ન એવા ઘટપટાદિને એક એક માનવાનું કાર્ય દેશસંગ્રહ(દેશગ્રાહી સંગ્રહ)નયનું છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે સામાન્યપ્રાણી સંગ્રહનયની અપેક્ષાએ જીવ અને અજીવનો ભેદ ન હોવાથી તેની અપેક્ષાએ જીવની જ હિંસા વર્ણવવાનું શક્ય નથી. તેથી અહીં દેશગ્રાહી સંગ્રહાયનું ગ્રહણ કર્યું છે. સામાન્યપ્રાણી સંગ્રહને તો નૈગમનયમાં સમાવ્યો છે. વ્યવહારનય તો સ્થલ દષ્ટિએ વિશેષ પદાર્થનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળો અને લોક
TESTS
TTTTTTTTER