Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 46
________________ અહિંસા-દયા કહેવાય છે. વિકલ્પસ્વરૂપ પવનની નિવૃત્તિના કારણે શાંત(સ્વિમિત-તરંગોથી રહિત)સમુદ્રની અવસ્થા જેવી અવસ્થા (સંકલ્પ કે વિકલ્પશૂન્ય અવસ્થા) સ્વરૂપ જે પોતાનો ભાવપ્રાણ છે; તેને નિશ્ચયનયની અપેક્ષાએ દયા કહેવાય છે. બીજાના પ્રાણની રક્ષાના અવસરે પણ તે વખતે અવશ્ય થનાર શુભસંકલ્પના કારણે; અશુભસંકલ્પથી ભવસમુદ્રમાં ડૂબતા એવા જીવને એ શુભસંકલ્પ સ્વરૂપ વિષમ તરાપાની પ્રાપ્તિ થવાથી પોતાના ભાવપ્રાણની રક્ષા થવાથી જ તે રક્ષા સ્વરૂપ યા મનાય છે. સમુદ્રમાં ડૂબતાને, વિષમ (દુપ્રાપ્ય) તરાપાની પ્રાપ્તિના કારણે જેમ પોતાની રક્ષા કરવાનું શક્ય બને છે તેમ અહીં પણ અશુભસંકલ્પના કારણે ભવસમુદ્રમાં ડૂબતાને પરપ્રાણની રક્ષા વખતે અવશ્ય વિદ્યમાન એવા શુભસંકલ્પને લઈને વિકલ્પશુન્ય અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કરવાનું શક્ય બને છે. નિશ્ચયનયની અપેક્ષાએ આ રીતે થતી પોતાના ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા-દયા કહેવાય છે. આથી જ આગમમાં કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા પોતે જ હિંસા છે-આ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે; તે અહિંસક છે અને ઈતર-પ્રમત્ત હિંસક છે.” આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પ્રમાદ હિંસા છે અને પ્રમત્ત આત્મા એ જ હિંસક છે. તેમ જ અપ્રમાદ અહિંસા છે, અપ્રમત્ત આત્મા અહિંસક છે. પરપ્રાણના રક્ષણ વખતે પણ મુખ્યપણે આત્માની વિકલ્પશૂન્ય અવસ્થાની રક્ષા કરવાનો જ ભાવ રહ્યો છે. બાહ્યદષ્ટિએ બીજાના પ્રાણની રક્ષા થતી હોવા છતાં, એના આલંબને જો પોતાની સંક્ષિણ સ્થિતિ રહેતી હોય તો નિશ્ચયનયની અપેક્ષાએ એ દયા નથી. પોતાની સફલેશરહિત અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કોઈ પણ રીતે થવી જ જોઈએ. નિશ્ચયનયની અપેક્ષાએ એ જ દયા છે.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56