Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 44
________________ ઐકાન્તિકી છે. સ્કૂલદષ્ટિએ જણાતી એ દયા, સ્થૂલવ્યવહારને આશ્રયીને હોવાથી લોકોત્તરજેવી જણાતી હોવાથી ઈષ્ટ ફળને આપનારી બનતી નથી. સ્થૂલવ્યવહારને અભિમત એવી હિંસા પોતે જ અતિપ્રસક્ત હોવાથી તે હિંસાના અભાવને દયા માનવાનું અભિમાનિક છે, પારમાર્થિક નથી. સ્થૂલવ્યવહારની દૃષ્ટિએ ક્યા દેખાતી હોવા છતાં ત્યાં તત્ત્વજ્ઞાનનો અભાવ છે. કારણ ન હોવા છતાં કાર્યના સાવને માનવાનું વાસ્તવિક નથી હોતું પરંતુ આભિમાનિક હોય છે-એ સમજી શકાય છે. કહેવાનો આશય એ છે કે સ્થાનકવાસી વગેરે (જૈનો) હિંસાના ભયથી પૂજાદિને માનતા નથી. વનસ્પતિકાયાદિની આ રીતે કરાતી એ દયા ખરી રીતે દયા નથી પરંતુ એમાં હિંસા જે રહેલી છે. શ્રી વીતરાગ પરમાત્માએ જે પૂજાનું વિધાન કર્યું છે તેમાં બાહ્યદષ્ટિએ હિંસા માની તેનો ત્યાગ કરવા દ્વારા તેઓ જે દયાનું પાલન કરે છે, તે તેમનું અભિમાન છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના વચનની આરાધનામાં જ દયા વગેરે ધર્મ રહેલો છે. વચનની અનારાધનામાં ધર્મ નથી પણ અધર્મ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રમાદ-અનુપયોગ અને યતનાનો અભાવ એ હિંસા છે અને તેનો અભાવ એ અહિંસા છે. વ્યવહારનયની અપેક્ષાએ પ્રાણનો નાશ પણ હિંસા છે અને તેનો અભાવ અહિંસા છે. શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ અનુષ્ઠાનોમાં સ્વરૂપહિંસા હોય છે, અનુબંધહિંસા નથી. વિહારાદિ પ્રસંગે અને નદી ઊતરવાદિ વખતે હિંસાને નહિ માનનારા, પૂજાદિ વખતે હિંસા માને છે તે તેમનું અજ્ઞાન છે અને પૂજાદિના ત્યાગમાં યાના પાલનને જણાવવાનું આભિમાનિક છે. તેથી આવી લોકોત્તર યાના આભાસવાળી દયા પણ ઈષ્ટ ફળને આપનારી નથી. નિશ્ચય અને વ્યવહાર નયના જ્ઞાનના 1111 21110111

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56