Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 42
________________ તપ જોવા મળે તેટલામાત્રથી તપને ત્યાજ્ય ન મનાય. વિવેકી લોકો માટે જ્ઞાન અહંકારનું કારણ બનતું ન હોવાથી તે ત્યાજ્ય બનતું નથી.'-આ પ્રમાણે જો કહી શકાતું હોય તો વિવેકી જનો માટે તપ પણ દુખસ્વરૂપ બનતો ન હોવાથી તે ત્યાજ્ય બનતો નથી'-આ પ્રમાણે કહેવાનું યુક્ત જ છે. અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરતાં જે વાત કરી છે, તેનો ખ્યાલ તપ કરનારાએ અવશ્ય રાખવો જોઈએ. જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મગુમિથી સંબદ્ધ જ તપને અહીં તપ તરીકે વર્ણવાનું તાત્પર્ય છે. જ્ઞાનાદિથી રહિત તપને તપ તરીકે વર્ણવવાનો અહીં ઉદ્દેશ નથી. તપની લાયોપથમિક્તા તપની સાથે જે જ્ઞાનાદિ છે; તેને લઈને છે. અન્યથા તો તે તપ ઔદયિકભાવસ્વરૂપ હોવાથી ત્યાજ્ય બને છે. લાયોપથમિકભાવના તપને આરાધવાનું ખૂબ જ અઘરું છે. વર્તમાન તપનો મહિમા જે રીતે વધી રહ્યો છે, એ જોતાં તો એમ જ લાગે કે લાયોપથમિકભાવના તપની પ્રાપ્તિ શક્ય નથી. આ વિષયમાં થોડું વિચારવાનું આવશ્યક છે. માત્ર અનશન જ જાણે તપ ન હોય એ રીતે આજે તપનો મહિમા વધારવાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે. એને અટકાવવાનું કઈ રીતે શક્ય બને : તે વિચાર્યા વિના ચાલે એવું નથી. અબુધ લોકોની માન્યતા મુજબ તપને ત્યાજ્ય માનવાની અહીં વાત નથી. પરંતુ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા તપની વ્યવસ્થા કરવાની અહીં વાત છે. જ્ઞાનાદિસમન્વિત જ તપનું અહીં વ્યવસ્થાપન છે. કર્મનિર્જરા માટેનું એ અમોઘ સાધન અકિંચિત્કર બને નહીં એ માટે આ તપની વ્યવસ્થાને સમજી લેવી જોઈએ. ૭-૨ ન ધર્મના અગ્રભૂત દયાવિશેષનું વ્યવસ્થાપન કરાય છે :: : :: :: :: ::: : ::::: : ::: : :: : :

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56