Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 43
________________ दयाऽपि लौकिकी नेष्टा षटकायानवबोधतः । પેશાન્તિ ર નાગજ્ઞાનાગ્નિ વ્યવહારયો: I૭-રો “પૃથ્વીકાય, અપકાય વગેરે પકાયનું જ્ઞાન ન હોવાથી લૌકિક દયા પણ ઈષ્ટ નથી અર્થાત્ ફળને પ્રાપ્ત કરાવનારી નથી તેમ જ વ્યવહાર નય અને નિશ્ચયનયના અજ્ઞાનને કારણે ઐકાન્તિકી દયા પણ ઈષ્ટ નથી.” –આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે અરણ્યમાં રહેનારા તાપસ વગેરે; લોકમાં પ્રસિદ્ધ એવી જે દયા પાળે છે, એ લૌકિક યા ઈષ્ટ નથી. કારણ કે એ દયાના પાલક તાપસાદિને પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય : આ ષકાય જીવોનું જ્ઞાન હોતું નથી. તેથી એ જ્ઞાનના અભાવે તેમને દયાનું ફળ પ્રાપ્ત થતું નથી. ‘ઢના તો તથા આ શ્રી દશવૈકાલિકસૂત્રના વચનથી દયા જ્ઞાનથી સાધ્ય છે. દયાનું સાધન જ્ઞાન છે. જ્ઞાન વિના દયાની સિદ્ધિ થતી નથી. હિંસાથી વિરામ પામવાના પરિણામને દયા કહેવાય છે. એ માટે જીવ અને અજીવનું જ્ઞાન હોવું જોઈએ. અરણ્યમાં રહેનારા તાપસ વગેરેને એ વિષયનું પૂરતું જ્ઞાન હોતું નથી. તેથી તેઓ દયા પાળી શકતા નથી. જીવ અને અજીવનું વાસ્તવિક રીતે જ્ઞાન શ્રી વિતરાગ પરમાત્માના શાસનમાં છે. તેથી સાચી દયા પણ એ શાસનમાં જ છે. તાપસાદિની દયા બાહ્ય રીતે દેખાતી હોવા છતાં તે લૌકિક છે, પારમાર્થિક નથી. કારણ કે તે જ્ઞાનથી રહિત છે. આવી જ રીતે નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ન હોવાથી કેટલાક લોકો માત્ર બાહ્યદષ્ટિએ અહિંસાનું પાલન કરે છે તે લોકોત્તરના આભાસને ઊભી કરનારી દયા પણ ઈષ્ટ નથી. તેથી પણ નિર્જરાદિ ફળની પ્રાપ્તિ થતી નથી. કારણ કે આ યા અજ્ઞાનમૂલક હોવાથી :: :: :: : : :::: 1 :31: 1 1 :

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56