Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 41
________________ અષ્ટપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે સમ્યગ્દર્શનાદિના કારણે વિશિષ્ટ બનેલા જ્ઞાન, સંવેગ અને ઉપશમ વગેરેની પ્રધાનતાથી યુક્ત હોવાથી સાયોપથમિકભાવનો તપ જાણવો જોઈએ. તે તપ અવ્યાબાધ સુખ સ્વરૂપ છે. 'જ્ઞાન, શમ અને સંવેગાદિના સંબંધવાળો તપ ખરી રીતે તો ઔદયિકભાવનો જ છે. એમાં શમ, જ્ઞાન અને સંવેગ વગેરે લયોપશમભાવના છે.'-આવી શક્કા કરવી ના જોઈએ. કારણ કે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિ તપ ગુણના સમુદાય સ્વરૂપ છે. કેવલ અનશનાદિસ્વરૂપ તપ નથી. ગુણના સમુદાય સ્વરૂપ તપમાંથી જ્ઞાનાદિ અંશોને લાયોપથમિકભાવના માનીને કેવલ અનશનાદિને તપ માનવામાં આવે તો માત્ર અનશનાદિને કરનારા ભિખારીઓને પણ તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. ભિખારી વગેરેના અનશનાદિને કોઈ જ તપ તરીકે વર્ણવતું નથી. તેથી તે અતિપ્રસંગના નિવારણ માટે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિને તપ મનાય છે. માત્ર અનશનાદિ સ્વરૂપ અંશને લઈને તપને ઔદયિક માનવાનું ઉચિત નથી. પરંતુ ખરી રીતે તો તપ આત્માના ગુણ સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયના નિરોધ વડે ઉત્પન્ન થનારા શમાદિ ગુણો; જેમ આત્માના ગુણો છે તેમ પ્રમાદ, આહારસંજ્ઞા વગેરે દોષોના નિરોધ વડે પ્રાપ્ત થનાર તપ પણ આત્માનો ગુણ છે. તેથી આત્મગુણસ્વરૂપ તપને ઔદયિક માનીને અનાદરણીય કઈ રીતે મનાય ? ગમે તે કારણે જેઓ આર્તધ્યાનને વશ થયા હોય અને ત્યારે કોઈ પણ રીતે તપ કરે, તેથી કોઈ વાર આર્તધ્યાનાદિદોષસહચરિત તપ જોવા મળે એટલામાત્રથી તપને ત્યાજ્ય કોટિનો માનવાનું યોગ્ય નથી. આમ તો કોઈ વાર અહંકારાદિ દોષથી સમન્વિત પણ જ્ઞાન જોવા મળે છે, તેથી કાંઈ જ્ઞાનને ત્યાજ્ય ન મનાય તેમ આર્તધ્યાનાદિ સહચરિત

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56