Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 39
________________ જેમ ધનવિશેષના કારણે ધનવાન કહેવાય છે તેમ દુઃખવિશેષના કારણે તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. આ રીતે તે મહાદુઃખી એવા નારકીઓને મહાતપસ્વી માનવા પડશે અને શમના સુખના કારણે જેઓ પરમસુખી છે એવા યોગી જનોને અતપસ્વી માનવા પડશે. ઉપવાસાદિ તપને તે અબુધ લોકો દુઃખસ્વરૂપ માને છે. કારણ કે તે કાયપીડાસ્વરૂપ તપ આર્તધ્યાનાદિનું કારણ છે. આ પ્રમાણે શ્રી અટકપ્રકરણમાં કહ્યું છે કે-આહારથી વર્જિત એવા શરીરમાં ધાતુઓનો ક્ષય થાય છે. તે અવસ્થામાં અધિક સત્ત્વવાળા જીવોને પણ ચિત્તભ્રંશ થાય છે. –આથી સ્પષ્ટ છે કે આર્તધ્યાનાદિનું કારણ હોવાથી તપ દુઃખ-સ્વરૂપ છે તેમ જ અશાતાવેદનીયર્મના ઉદયથી તપનો ઉદ્ભવ હોવાથી તાવ વગેરેની જેમ તપ દુઃખસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે અનર્થનું કારણ હોવાથી આ તપ ત્યાગ કરવા યોગ્ય છે. લોકની માન્યતા મુજબ નહિ કરવું જોઈએ.-આવું કેટલાક પરમાર્થથી અજાણ લોકો કહે છે. II૭-રપા •• અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરાય છેयथासमाधानविधेरन्तः सुखनिषेकतः । नैतज्ज्ञानादियोगेन क्षायोपशमिकत्वतः ॥७-२६॥ “તપને દુ:ખસ્વરૂપ માનનારા અબુધ લોકોની માન્યતા બરાબર નથી. કારણ કે તે તપ મન અને ઈન્દ્રિયોની સમાધિનું અતિક્રમણ કર્યા વિના કરાય છે. તે વખતે આંતરિક સુખની પ્રાપ્તિ થતી હોય છે તેમ જ જ્ઞાનાદિપૂર્વક તે તપ કરાતું હોવાથી સાયોપથમિક છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56