Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 36
________________ પૂછવાનું કે સાવદ્યની નિવૃત્તિ મહાફળવાળી છે કે પછી નિરવદ્યની નિવૃત્તિ મહાફળવાળી છે. ? આમાંથી પ્રથમ પક્ષનો સ્વીકાર કરી સાવઘની નિવૃત્તિને ધર્મના કારણ તરીકે જણાવાય તો માંસ, મદ્ય અને મૈથુનને દુષ્ટ માનવા પડશે. કારણ કે તેની નિવૃત્તિને મહાફળવાળી-ધર્મકારણ તરીકે વર્ણવી છે. આથી છેલ્લો પક્ષ સ્વીકારીને નિરવદ્યની નિવૃત્તિ ધર્મનું કારણ છે એમ જણાવાય તો યોગાદિના અનાદરનો પ્રસઙ્ગ આવશે. કારણ કે નિરવદ્ય યોગ, યોગનાં અગો વગેરેની નિવૃત્તિ મહાફળને આપનારી હોય તો માંસાદિની નિવૃત્તિની જેમ અનવદ્ય યોગાદિની નિવૃત્તિ ઈષ્ટ છે. પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ જ ઈષ્ટ છે. તેથી યોગાદિમાં આદર નહીં રહે. આથી સમજી શકાશે કે ‘માંસભક્ષણાદિમાં દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળને આપનારી છે.’-આ વાતમાં તથ્ય નથી. II૭-૨૩॥ ල්ල ට કેટલાક લોકોની મૈથુન અંગેની જે માન્યતા છે તે જણાવવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે माध्यस्थ्यं केचिदिच्छन्ति गम्यागम्याविवेकतः । तन्नो विपर्ययादेवानर्गलेच्छानिरोधतः ॥७-२४॥ ‘“ગમ્ય અને અગમ્યના વિવેકના અભાવે માધ્યસ્થ્યને કેટલાક લોકો માને છે-તે યુક્ત નથી. કારણ કે ખરી રીતે તો ગમ્ય અને અગમ્યના વિવેકથી જ મર્યાદા બહારની ઈચ્છાનો નિરોધ થતો હોવાથી જ માધ્યસ્થ્ય પ્રાપ્ત થાય છે.’’-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કેટલાક મંડલતંત્રવાદીઓનો કહેવાનો આશય એ છે કે મૈથુન સેવવામાં ગમ્ય કે અગમ્યનો વિવેક કરવામાં આવે તો રાગ-દ્વેષના 表演演出 演 演出 演出演演 રા ૩૩ ૨૨

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56