Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
અસગત છે...ઈત્યાદિ શાંતચિત્તે વિચારવું જોઈએ. અપવાદે પણ કરાતી પ્રવૃત્તિ બધા માટે ઉપાદેય નથી- એ યાદ રાખવું જોઈએ. અન્યથા માર્ગ અને ઉન્માર્ગ વચ્ચેનો ભેદ સમજવાનું શક્ય નહિ બને.. દુષ્ટ કામ કરવું અને દુષ્ટ કામનો ઉપદેશ આપવો: એ બંન્નેમાં જે ફરક છે તે આપણે સમજી શકીએ છીએ. ધર્મના નામે કેવી કેવી દુષ્ટ પ્રવૃત્તિઓનું વિધાન થાય છે: એનો આથી સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે. મિથ્યાત્વ અને કદાગ્રહ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપથી ખૂબ જ દૂર રાખે છે. જે વાત લોકને સમજાય છે તે વાત જ્યારે કહેવાતા શાસ્રકારોને ન સમજાય ત્યારે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. અન્યદર્શનો લગભગ આવી જ પરિસ્થિતિથી ગ્રસ્ત છે. ‘ધર્મ માટે પુત્રની જરૂર છે અને તે માટે મૈથુનની આવશ્યકતા છે..’ ખૂબ જ વિચિત્ર અને બુદ્ધિહીન એ વાત છે. II૭-૨૨
©
આપવાદિક પણ મૈથુનની દુષ્ટતા બીજી રીતે જણાવાય છેनिवृत्तिः किं च युक्ता भोः सावद्यस्येतरस्य वा । आद्ये स्याद् दुष्टता तेषामन्त्ये योगाद्यनादरः ॥ ७-२३॥
“નિવૃત્તિ; સાવઘની યુક્ત હોય છે કે અસાવદ્યની ? સાવદ્યની છે નિવૃત્તિ હોય છે-એ માનવામાં આવે તો માંસ, મદિરા અને મૈથુનને દુષ્ટ (સાવદ્ય) માનવાનો પ્રસઙ્ગ આવશે અને નિરવધની નિવૃત્તિ હોય છેએમ માનવામાં આવે તો યોગાદિનો અનાદર થશે.'' આ પ્રમાણે
ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે “માંસભક્ષણ મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ
મહાફળનું કારણ છે.’’-આ પ્રમાણેની માન્યતાવાળા બ્રાહ્મણવાદીને
演出 警 )
ને માર મારી ૩૨
有演 燦燦燦燦

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56