Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 32
________________ ઉપર જણાવ્યા મુજબ કહેવાનું ઉચિત નથી, કારણ કે આપવાદિકજેવું હોવાથી ગાઢ(અત્યંત) આપત્તિના કાળમાં કરાતા થાનમાંસના ભક્ષણની જેમ સ્વરૂપથી તો તે (મૈથુન) દુર જ છે.'-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઘમર્થ પુત્રામસ્થ.... ઈત્યાદિ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. કારણ કે ધર્મ માટે પુત્રોત્પત્તિસ્વરૂપ ગુણના આલંબને મૈથુન સેવવાની પ્રવૃત્તિ આપવાદિક જેવી વિશેષવિધિરૂપ છે. અત્યંત આપત્તિમાં શ્વાનના માંસભક્ષણની પ્રવૃત્તિની જેમ સ્વરૂપથી તો દુર જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અપવાદે જોકે શ્વાનનું માંસ વાપરે છે; પરંતુ તેમ કરનારા પણ સ્વરૂપથી તો તેને દુષ્ટ જ માને છે તેથી જ તો તે અંગે તેઓ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. આવી જ રીતે સ્વરૂપે દુષ્ટ એવું પણ મૈથુન અપવાદે જ સેવાય છે. કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન માટે અસમર્થ એવા આત્માઓ ભવિષ્યમાં અનાચારાદિ દોષોથી બચવા સ્વરૂપ ગુણાન્તરની અપેક્ષાએ મૈથુનને સેવે છે. આથી મૈથુન સ્વરૂપથી પણ દુષ્ટ ન હોય અને સર્વથા નિર્દોષ હોય તો કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન અંગે જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક થઈ જશે અને ગૃહસ્થપણાના ત્યાગનો પણ ઉપદેશ અર્થહીન બનશે. અપવાદે પણ ધર્મના અર્થને સ્વરૂપથી દુર એવા મૈથુનને સેવવાથી લિજ્ઞ(પુરુષચિહ)ના વિકારવાળા કામના ઉદયથી યુક્ત એવા તેને આરંભ(હિંસા) અને પરિગ્રહનો દોષ તો અવશ્ય પ્રાપ્ત થાય છે. કામના ઉદય વિના લિગ્રના વિકારનો સંભવ નથી. ભય વગેરેની અવસ્થામાં એવા વિકાર ઉત્પન્ન થતા નથી. આથી આ વિષયમાં શ્રી અપ્રકરણમાં ફરમાવ્યું છે કે પૂર્વપક્ષી(બ્રાહ્મણો)નું કથન બરાબર નથી. કારણ કે એ મૈથુન આપવાદિક જેવું હોવાથી સર્વથા મૈથુનમાં દોષ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56