Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 30
________________ અધર્મનું એ મૂળ છે. યોગીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થંકર પરમાત્માએ તેનો નિષેધ કર્યો છે.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે મૈથુન ચોક્કસપણે રાગાદિથી થાય છે. રાગદ્વેષ વિના મૈથુન થતું નથી'-આ વચન હોવાથી મૈથુન રાગપૂર્વક હોય છે-એ ચોક્કસ છે. રાગપૂર્વકની એ પ્રવૃત્તિ હોવાથી તે દુષ્ટ છે. “મૂમેમદમ” ઈત્યાદિ પાઠથી મૈથુન અધર્મનું મૂળ છે એ સિદ્ધ છે. યોગી જનોના પૂજ્ય એવા શ્રી તીર્થંકર પરમાત્માએ તેનો નિષેધ કર્યો છે. ભગવતીસૂત્રમાં તેને મહાઅસંયમના કારણ તરીકે વર્ણવ્યું છે. ત્યાં ફરમાવ્યું છે કે-'ભદન્ત ! મૈથુનને સેવનારો કેવો અસંયમ કરે છે ? ગૌતમ! જેમ કોઈ પુરુષ બૂરનલિકા કે રતનલિકાને તપેલા લોઢાના સળિયાથી નષ્ટ કરે તેમ મૈથુનને સેવનારો એવો અસંયમ કરે છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે રાગપૂર્વક થાય છે, અધર્મનું મૂળ છે અને અસંયમનું કારણ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્મા વડે નિષિદ્ધ છે; તે દુષ્ટ જ છે. તેને અદુષ્ટ માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. આમ પણ મૈથુનની દુષ્ટતા સર્વજનપ્રસિદ્ધ છે.ar૭-૧૮ મિથુનને અદુષ્ટ માનનારા બ્રાહ્મણોની માન્યતાને જણાવાય છેधर्मार्थं पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः । ऋतुकाले न तद् दुष्टं क्षुधादाविव भोजनम् ॥७-१९॥ “ધર્મ માટે પુત્રની ઈચ્છાવાળા અધિકારીને ઋતુકાળમાં પોતાની સ્ત્રીને વિશે મૈથુન, સુધાકાળમાં જેમ ભોજન દુર નથી તેમ દુષ્ટ નથી.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે-મપુત્રય જાતિ નતિ અને સંપુણ્ય દિ થર્મો મવતિ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56