Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 29
________________ કોઈ એક ઋષિએ તપ તપ્યું. તેથી તે તપના પ્રભાવે તે ઈન્દ્ર થઈ જાય તો પોતાનું આસન નહીં રહે-એ ભયથી તે ઋષિને ક્ષોભ પમાડવા માટે ઈન્દ્ર દેવાડ્ઝનાઓને મોકલી. તે દેવીઓએ તે ઋષિની પાસે આવીને તેની વિનયપૂર્વક આરાધના કરી. વરદાનને આપવા માટે તત્પર થયેલા તે ઋષિને તે દેવીઓએ કહ્યું કે તમે મદ્યપાન કરો, હિંસાને કરો અથવા મૈથુનને સેવો! તમારી ઈચ્છા પ્રમાણે ત્રણમાંથી કોઈ પણ એક કરો ! તે દેવીઓથી આ પ્રમાણે જણાવેલા તે ઋષિએ હિંસા અને મૈથુનને નરકના કારણ જાણીને તેમ જ મદિરા શુદ્ધકારણોથી બનેલી છે : એમ સમજીને મદિરાને પીવાનું સ્વીકાર્યું અને તેથી તેને પીવાથી જેની ધર્મમર્યાદાનો નાશ થયો છે એવા તે ઋષિએ મદથી મદ્યપાનના વિદંશ માટે બોકડાને મારીને બધું જ કર્યું અર્થાત્ મૈથુન પણ સેવ્યું, જેથી દેવીઓના કહ્યા મુજબ બધું કરવાથી સામર્થ્ય(તપના સામર્થ્ય)થી ભ્રષ્ટ થયેલો એવો તે ઋષિ મરીને દુર્ગતિમાં ગયો. આથી ધર્મને આચરનારાઓએ આ મદ્યને દોષની ખાણ તરીકે જાણવું. આથી સમજી શકાશે કે મદ્યપાન કેટલું દુષ્ટ છે. મધ, વિષય (શબ્દાદિ), કષાય (ક્રોધાદિ), વિકથા અને નિદ્રા-આ પાંચ પ્રમાદ છે. પ્રમાદના અદ્ઘભૂત મદિરા ઉભય રીતે દુષ્ટ છે. આ લોકના પ્રકટ દોષો અને પરલોકના અપ્રગટ દોષોનો વિચાર કરી મદિરાપાનથી દૂર રહેવું જોઈએ. - II૭-૧ળા. ©©© હવે મૈથુનને અદુષ્ટ માનનારની માન્યતાનું નિરાકરણ કરાય છેनियमेन सरागत्वाद् दुष्टं मैथुनमप्यहो । मूलमेतदधर्मस्य निषिद्धं योगिपुङ्गवैः ॥७-१८॥ “નિયમે કરી રાગપૂર્વકનું હોવાથી અહો ! મૈથુન પણ દુર છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56