Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 28
________________ मद्येऽपि प्रकटो दोषः श्रीह्रीनाशादिरैहिकः । सन्धानजीवमिश्रत्वान्महानामुष्मिकोऽपि च ॥७-१७॥ લક્ષ્મી અને લજજાનો નાશ વગેરે આ લોક સંબંધી પ્રગટ દોષ મદ્યપાનમાં છે તેમ જ સંધાનજીવોથી મિશ્ર હોવાથી પરલોકસંબંધી પણ મોટો દોષ છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મદિરાપાનમાં પ્રક્ટ દોષ છે. કારણ કે તેથી લક્ષ્મી, લજ્જા અને વિવેક વગેરેનો નાશ થાય છે. લક્ષ્મી વગેરેનો નાશ, આ લોકમાં વિપાક બતાવે છે તેથી તે ઐહિક (આ લોક સંબંધી) દોષ છે. તેમ જ મદ્યપાનમાં પરલોકમાં વિપાકને બતાવનાર આમુષ્મિકપારલૌક્કિ પણ દોષ છે. કારણ કે જલમિશ્રિત ઘણાં પુષ્પાદિ દ્રવ્યના સંસ્થાપન સ્વરૂપ સંધાનના કારણે તે જીવયુક્ત છે. એ જીવોની વિરાધના મદ્યપાનથી થાય છે. તેથી પરલોકસંબંધી દોષ પણ છે. સંધાનયુક્ત આરનાલ(ખાટી છાશ વગેરે) વગેરેની જેમ મદિરાપાનમાં દોષ નથી'-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શાસ્ત્રમાં તે દુષ્ટ છે એમ જણાવ્યું છે. શ્રી અષ્ટપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે કે મદ્ય પાંચ પ્રકારના પ્રમાદનું એક અંગ છે. સચ્ચિત્તનો એ નાશ કરનારું છે અને સંધાનના જીવોથી એ યુક્ત છે. તેથી તેમાં દોષ નથી'-એ પ્રમાણે કહેવું એ સાહસ(અવિચારી કૃત્ય) છે. મદ્યપાનથી વિરૂપતા, વ્યાધિઓ, સ્વજનોથી પરાભવ, કાર્ય કરવાના અવસરનો નાશ, દ્વેષ, જ્ઞાનનો નાશ, સ્મૃતિ અને પતિનો નાશ, સજ્જનોની સાથે વિયોગ અને ધર્મ અર્થ તથા કામની હાનિ વગેરે પ્રત્યક્ષસિદ્ધદોષો પ્રાપ્ત થતા હોય છે. છતાં મદ્યપાનમાં કોઈ દોષ નથી-એ કથન એટલે એક જાતની ધૃષ્ટતા છે. મદ્યપાનની દુષ્ટતાને જણાવતાં પુરાણકથામાં જણાવ્યું છે કે 1 : 5 3 5 7 : ૨૧ ::::: :::

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56