Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 25
________________ સ્વરૂપ દોષનો પરિહાર કરવાનું પણ સંકટ પ્રાપ્ત થશે અર્થા ‘માંસભક્ષણમાં દોષ નથી.” એમ કહેનારાને પારિવ્રાજ્યના અભાવે મહાફળના અભાવની પ્રાપ્તિ સ્વરૂપ દોષ પ્રાપ્ત થશે. શ્રી અંકપ્રકરણમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે કે-“પારિવ્રાજ્ય જ જો નિવૃત્તિ(માંસભક્ષણની નિવૃત્તિ) હોય તો તેના અસ્વીકારથી જે અભ્યદયાદિ મહાફળનો અભાવ થાય છે તે જ મોટો દોષ છે. બીજા દોષને શોધવાની આવશ્યક્તા નથી. તેથી માંસભક્ષણમાં નિર્દોષતા નથી.” આથી સમજી શકાશે કે “ન માંસમક્ષ કોપ: અને નિવૃત્તિનું મહાપher અર્થાત્ “માંસભક્ષણમાં દોષ નથી.” અને માંસભક્ષણની નિવૃત્તિ મહાફળવાળી છે.'-આ કથન ઉચિત નથી. અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રામનો જ પ્રતિષેધ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનો અસંભવ થાય છે. પરંતુ ખરી રીતે પ્રામિ; પ્રમાણથી પરિચ્છેદ(બોધ-જ્ઞાન)સ્વરૂપ છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણનો પણ પ્રમાણપરિચ્છેદ થાય છે. તેથી તેનો નિષેધ શક્ય છે જેથી તેની નિવૃત્તિ મહાફળવાળી છે.- એમ માનવામાં ન આવે અને પ્રામેવ પ્રતિષિય આનો મંત્રપાઠ કરવામાં આવે તો જલદ વગેરેમાં વહિ પણ કોઈવાર સિદ્ધ થશે. કારણ કે ત્યાં જલદ વગેરેમાં પણ વહિનો નિષેધ તો કરાય છે જ. તેથી તેને લઈને કોઈવાર તેની પ્રાપ્તિ પણ થઈ જાય. અશાસ્ત્રીય માંસભક્ષણનો પ્રમાણપરિચ્છેદ થતો હોવાથી તે સ્વરૂપ તેની પ્રામિપૂર્વકની તેની નિવૃત્તિ મહાફળવાળી છે એમ માનવામાં કોઈ બાધ નથી. ખરી રીતે નિષિદ્ધ વસ્તુની નિવૃત્તિ ધર્મનું કારણ નથી, પરંતુ અધર્માભાવની પ્રયોજિકા હોય છે. કારણ કે નિષિદ્ધ પ્રવૃત્તિ અધર્મનું કારણ હોવાથી એની (નિષિદ્ધની) પ્રવૃત્તિના અભાવમાં અધર્મની ઉત્પત્તિ થતી નથી. આથી નિવૃત્તિ તુ મહાપા અહીં હરિ 5 ses s :: ૨૨ ટકા મissex' sp; &; & &


Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56