Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 24
________________ તે પ્રાપ્ત જ નથી કે જેથી તેની નિવૃત્તિ જણાવી શકાય. આ રીતે બન્ને પ્રકારે નિવૃત્તિ શક્ય ન હોવાથી નિવૃત્તિડું મહાપા એ કથન અયુક્ત છે. I૭-૧પ WWW પ્રામ-માંસભક્ષણની નિવૃત્તિના સંભવને જણાવનારની યુક્તિને જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે – अधिकारपरित्यागात् पारिवाज्येऽस्तु तत्फलम् । इति चेत् तदभावे नादुष्टतेत्यपि संकटम् ॥७-१६॥ “પરિવ્રાજક્ષણામાં અધિકારનો પરિત્યાગ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનું મહાફળ પ્રાપ્ત થાય”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ પ્રમાણે માની લેવામાં આવે તો પરિવ્રાજક્ષણાના અભાવમાં દોષનો અભાવ નહિ રહેવાનું સંકટ આવશે.”-આ પ્રમાણે સોળમા શ્લોકના અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે માંસ ખાવાના અધિકાર સ્વરૂપ ગૃહસ્થપણાનો પરિત્યાગ થાય છે, ત્યારે પરિવ્રાજકપણામાં માંસભક્ષણની નિવૃત્તિનું ફળ પ્રાપ્ત થાય. આશય એ છે કે ગૃહસ્થપણામાં પ્રોક્ષિતાદિ વિશેષણોથી વિશિષ્ટ (શ્લો.નં. ૧૩ માં જણાવ્યા મુજબ)માંસ ખાવું જ જોઈએ. પરંતુ પરિવ્રાજકપણાનો સ્વીકાર કરવાથી માંસભક્ષણથી તે નિવૃત્ત થાય છે. આ રીતે માંસભક્ષણની નિવૃત્તિ, પ્રામિપૂર્વકની થઈ શકે છે અને આ નિવૃત્તિ મહાફળવાળી છે. આ પ્રમાણેના કથનનું નિરાકરણ તમારે....ઈત્યાદિ ગ્રંથથી કરાય છે. એનો આશય એ છે કે પરિવ્રાજક્ષણાનો અભાવ હોય ત્યારે, પ્રામિપૂર્વકની નિવૃત્તિ(માંસભક્ષણની નિવૃત્તિ)નો અભાવ હોવાથી અભ્યદયાદિ ફળ પ્રાપ્ત નહિ થાય. તેથી મહાફળના અભાવની આપત્તિ કઢડા:: : :ડ 1 st a rs


Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56