Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 23
________________ સંભવ નથી. આ નિવૃત્તિના અયોગને દૂર કરવા પ્રક્ષિત અક્ષયેત્... . ઈત્યાદિવિધિપ્રામ માંસભક્ષણનો નિષેધ કરાય છે-એ પ્રમાણે કહી શકાય એમ નથી. કારણ કે પ્રક્ષિત અક્ષયેત્ ઈત્યાદિથી માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે તેનો નિષેધ કરવાના કારણે મહાફળવાળી નિવૃત્તિ સંભવતી નથી. કારણ કે શાસ્ત્રીય માંસભક્ષણનો નિષેધ કરાયા પછી નિષિદ્ધ કર્મના આચરણથી પાપના બંધનો જ સંભવ છે. તેના (નિવૃત્તિના) મહાફળની સંભાવના નથી, જેથી તમારા જ શાસ્ત્રમાં (નીચે મુજબ) જણાવ્યું છે. II૭-૧૪ તેમના ગ્રંથમાં જે કહ્યું છે તે જણાવાય છે – यथाविधि नियुक्तस्तु यो मांसं नात्ति वै द्विजः । स प्रेत्य पशुतां याति सम्भवानेकविंशतिम् ॥७-१५।। “યથાવિધિ નિયુક્ત જે બ્રાહ્મણ માંસ ખાતો નથી તે મરીને ભવાંતરમાં એક્વીશ જન્મ સુધી પશુતાને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે, શાસ્ત્રીય નીતિનું ઉલ્લંઘન ર્યા વિના ગુરુઓ દ્વારા નિયુક્ત(અનુમત) જે બ્રાહ્મણ છે; તે જો માંસ ખાય નહિ તો તે ભવાન્તરમાં મરીને એકવીશ જન્મ સુધી પશુપણાને પ્રાપ્ત કરે છે. શ્લોકમાંનું તુ પદ પુનર્ અર્થને જણાવનારું છે. તેથી તેનો આ રીતે પ્રયોગ કરવાનો છે-અવિધિથી માંસને નહિ ખાનારો નિર્દોષ જ છે; પરંતુ યથાવિધિ નિયુક્ત જે માંસ ખાતો નથી તે ભવાન્તરમાં ઉપર જણાવ્યા મુજબ તિર્થીપણાને પ્રાપ્ત કરે છે. આથી સમજી શકાશે કે શાસ્ત્રવિહિત માંસભક્ષણનો નિષેધ મહાઅપાયનું કારણ હોવાથી તેની નિવૃત્તિ શક્ય નથી અને શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ SSSSSSSSSSSSS SS : : : : :

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56