Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 21
________________ યત: સ્મૃતમ્-આ પદથી જે જણાવાયું છે તે ગ્રંથકારશ્રી જણાવે છે અર્થાત્ ‘જેથી કહેવાયું છે’આ પ્રમાણે કહીને જે કહેવાયું હતું તે ગ્રંથકારશ્રી જણાવે છે w प्रोक्षितं भक्षयेन्मांसं ब्राह्मणानां च काम्यया । यथाविधि नियुक्तस्तु प्राणानामेव चात्यये ॥७-१३॥ ‘બ્રાહ્મણોની અનુજ્ઞાથી વૈદિક મંત્રોથી સંસ્કૃત એવા માંસનું ભક્ષણ કરવું જોઈએ તેમ જ વિધિપૂર્વક નિયુક્ત થયેલ(અધિકારી) માણસે માંસભક્ષણ કરવું જોઈએ અને પ્રાણાદિ(ઈન્દ્રિયાદિ)ના નાશનો પ્રસંગ આવ્યે છતે માંસભક્ષણ કરવું જોઈએ.’’-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વૈદિક મંત્રોના પાઠથી અભિમંત્રિત માંસને પ્રોક્ષિત માંસ કહેવાય છે. એ માંસ બ્રાહ્મણો ખાઈ લે, પછી જે વધે તે માંસ તેમની ઈચ્છા-અનુજ્ઞાથી ખાવું જોઈએ. એ પણ વિધિ એટલે કે ન્યાયનું ઉલ્લંઘન કર્યા વિના ખાવું, જ્યાં વિધિ; યજ્ઞ, શ્રાદ્ધ અને મહેમાન વગેરે સંબંધી પ્રક્રિયા સ્વરૂપ છે. પશુમેધ અને અશ્વમેધાદિ શાસ્ત્રપ્રસિદ્ધ વિધિ યાવિધિ છે. બે મહિના મત્સ્યમાંસથી શ્રાદ્ધ કરવું... ઈત્યાદિ પ્રસિદ્ધ શ્રાદ્ધવિધિ છે અને યાજ્ઞવલ્કયમાં જણાવ્યા મુજબ મોટા બળદને અથવા મોટા બકરાને શ્રોત્રિય બ્રાહ્મણ માટે રાંધવો..ઈત્યાદિ પ્રાથૂર્ણવિધિ છે. એ વિધિનું ઉલ્લંઘન કર્યા વિના માંસભક્ષણ કરવું જોઈએ તેમ જ ગુરુએ જેને કહ્યું હોય એવા જ માણસે તે ખાવું જોઈએ. તેમ જ ઈન્દ્રિયો વગેરે પ્રાણોનો વિનાશ થતો હોય ત્યારે માંસ ખાવું જોઈએ કારણ કે આત્મા ગમે તે રીતે રક્ષણ કરવા યોગ્ય છે, એ પ્રમાણે શાસ્ત્રકારો પણ કહે છે કે “બધી રીતે આત્માની રક્ષા કરવી જોઈએ.'' NON IN UNITને ૧૮૨૫ મ EXE 演出演演演出 演出 灣 મન ન હ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56