Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
અંગે તે નિષેધ સદ્ગત નથી. પ્રક્ષi.૦ વૈદિક મન્નથી સંસ્કૃત માંસનું ભક્ષણ કરવું જોઈએ...) ઈત્યાદિ વાક્યાન્તરથી શાસ્ત્રોત માંસભક્ષણને આશ્રયીને એ દોષનો નિષેધ છે-એ જણાય છે. સામાન્યથી માંસભક્ષણને આશ્રયીને એ દોષનિષેધ નથી. આ પ્રમાણે ‘ફલ્થ કનૈa૦” ઈત્યાદિ લોકની વ્યાખ્યા અષ્ટક પ્રકરણમાં વ્યાખ્યાકારશ્રીએ બે પ્રકારે કરી છે. - એમાંથી પૂર્વપક્ષના અભિપ્રાયે કરેલી પ્રથમ વ્યાખ્યાનો અહીં
આદર ક્યું છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણને આશ્રયીને-સામાન્યથી દોષનો નિષેધ નથી-આ પ્રમાણેની વ્યાખ્યા વિશેષતાત્પર્યની વિવક્ષામાં બીજાને ઈષ્ટ જ છે. વિશેષતાત્પર્યની વિવક્ષા જે કારણે જણાય છે તે ઉપાયને થત: મૃતમ્ આ ગ્રંથ દ્વારા જણાવાય છે અર્થા આગળના શ્લોકથી એ ઉપાયને જણાવવાનું થત: મૃતમ્ આ ગ્રંથથી સૂચવ્યું છે.
અહીં યાદ રાખવું જોઈએ કે અગિયારમા શ્લોકમાં જણાવેલા વિરોધના પરિવાર માટે આ બારમા શ્લોકથી વિશેષતાત્પર્ય જણાવ્યું છે. એના અનુસંધાનમાં જ નનૈવ..' ઈત્યાદિ શ્લોકની વૃત્તિકારે શ્રી અટકપ્રકરણમાં કરેલી પ્રથમ વ્યાખ્યાનો આદર કર્યો છે...ઈત્યાદિ વિચારવું જોઈએ. ત્યાંની પ્રથમ વ્યાખ્યાનું સામાન્યથી એ તાત્પર્ય છે કે “આ રીતે જન્મ સ્વરૂપદોષ છે: એ કહેવાનું યોગ્ય નથી. કારણ કે આ જન્મસ્વરૂપ દોષ અને માંસભક્ષણનો નિષેધ શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને છે.” અને દ્વિતીય વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે ‘શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને એટલે કે સામાન્યથી માંસભક્ષણમાં દોષનો નિષેધ સદ્ગત નથી.' આ શ્લોકનો ભાવાર્થ સમજી લીધા પછી ટીકાની પતિઓ સમજવાનું થોડું સરળ બનશે. ૭-૧૨
.
I

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56