Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 13
________________ સૂત્રોથી જ સિદ્ધ થાય છે કે પૂ. સાધુભગવંતોને ઉત્સર્ગથી માંસભક્ષણ અત્યંત દુષ્ટ છે અને તેથી મધ અને માંસને નહિ વાપરવાની પ્રસિદ્ધ વાતની સાથે તેનો લેશ પણ વિરોધ નથી. ઉપર જણાવેલા અપવાદભૂત વિષયને સમજાવતાં ગ્રંથકાર પરમર્ષિ નીચે મુજબ જણાવે છે. વય સ્થ...માફકા શ્રી આચારાગૈસૂત્રમાંના એ સૂત્રનો અર્થ એ છે કે “વળી આ સ્વજનાદિકુળોમાં મનગમતી વસ્તુ મેળવીશ જેમ કે સારા સુગંધી ભાત વગેરે-પિંડ, મિષ્ટાન્ન, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તલ, મધ, મદિરા, માંસ, તલપાપડી, ગોળની ચાસની, પૂત અને શિખરિણી(ચાસની) વગેરે..આવું બધું મળશે, એટલે પહેલાં જ સ્વજનાદિના ઘરે જઈને એ વસ્તુઓમાંથી જે કાંઈ મળશે તેને ખાઈને કે પીને પાત્રાને બરાબર ધોઈ-લૂછીને પછી જ્યારે ભિક્ષાકાળ થાય ત્યારે મેં ખાધું-પીધું છે-એમ ન જણાય એ રીતે) આગન્તુક સાધુઓ સાથે ગોચરી મેળવવાની ઈચ્છાથી ગૃહસ્થના ઘરે જઈશ તેમ જ ત્યાંથી પાછો આવીશ. આ પ્રમાણે વિચારવું : એ માયાસ્થાન છે. (માટે એવું વિચારવું કે કરવું નહિ.) આ સૂત્રની વ્યાખ્યામાં ટીકાકાર(વૃત્તિકૃત) શ્રી શીલાક્કાચાર્યજીએ ફરમાવ્યું છે કેઆ સૂત્રમાં જે માંસ અને મદિરાની વાત છે તેની વ્યાખ્યા છેદસૂત્રના અભિપ્રાયથી કરવી. અથવા કોઈ સાધુ અત્યંત પ્રમાદથી મૂઢ થયેલો અત્યંત આસક્તિના કારણે મદિરા અને માંસ પણ ગ્રહણ કરે; તેથી તેવી સંભાવનાને લઈને સૂત્રમાં મધ અને માંસનું ઉપાદાન ક્યું છે. પરંતુ એવું કરવાથી એમ કરનારને માયાસ્થાન પ્રાપ્ત થાય છે-આ પ્રમાણે જણાવીને તેનો નિષેધ કર્યો હોવાથી આ સૂત્ર વિરુદ્ધ બનતું નથી. તેમ જ સે મિલ્લૂ વ...વદુર્યો...ઈત્યાદિ સૂત્ર પણ વિરુદ્ધ નથી. કારણ કે એ સૂત્ર, જેમાંથી ઘણુંખરું ફેંકી દેવું પડે એવા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56