Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 14
________________ માંસને ગ્રહણ ન કરવાનું જણાવવા માટેનું છે; અને ગૃહસ્થ ખૂબ જ આગ્રહ કરવા વગેરે દ્વારા તેના ઘરે લઈ જાય અને ત્યારે ગમે તે રીતે માંસ આવી ગયું હોય તો તેના કાંટા વગેરે પરઠવવાનું જણાવવા માટે છે. આ સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકારશ્રીએ ફરમાવ્યું છે કે, “સારાવૈદ્યની સલાહથી લૂતા વગેરેના ઉપશમ માટે બહારથી ઉપચાર કરવા, એ રીતે માંસાદિનું ઉપાદાન (ગ્રહણ) કરાય છે. સૂત્રમાં જે મુન્ ધાતુનો પ્રયોગ કર્યો છે, તે બાહ્યપરિભોગ સ્વરૂપ અર્થને જણાવે છે. આ પ્રમાણે ઉપચાર કરવાથી પરસેવો વગેરે થવાના કારણે લૂતા વગેરેનું ઉપશમન થાય છે જે જ્ઞાનાદિની સાધનામાં ઉપકારક બને છે.” આવી રીતે જ જે મિલ્લૂ વ....શિસ્ત્રાપII, આ સૂત્ર પણ વિરુદ્ધ નથી. સૂત્રનો તાત્પર્યાર્થિ એ છે કે-“સાધુ કે સાધ્વીને જાણવા મળે કે ગૃહસ્થના ઘરમાં મહેમાન માટે માંસ, મત્સ્ય કે તેલથી પૂર્ણ એવો પૂડલો તૈયાર થઈ રહ્યો છે તો તે જોઈને જલદી જલદી ત્યાં જઈને તે માંગવું નહિ. સિવાય કે એવું ગાઢ બિમારી વગેરેનું કારણ હોય.”-આ અર્થ ઉપરથી સમજી શકાશે કે ગ્લાનાદિપ્રયોજનના વિષયમાં આ તેમ જ બીજાં સૂત્રો અત્યંત અપવાદભૂત અર્થને છેદસમાન સૂત્રના વિષયરૂપે જણાવે છે. તેથી મૃતથી પરિકર્મિત ચિત્તવાળા આત્માને તેમાં કોઈ વિરોધ જણાતો નથી....ઈત્યાદિ કોઈ પણ જાતના પૂર્વગ્રહનો ત્યાગ કરી ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ.. અહીં તો માત્ર ગ્રંથની પક્તિઓનું જ વિવરણ કરવાનું હોવાથી આ વિષયમાં પ્રવર્તતા વિવાદ અંગે કશું જ જણાવ્યું નથી. છતાં જો જરૂર પડશે તો તે અંગે અવસરે જણાવીશ. અત્યારે એટલું યાદ રાખવું કે પૂ. સાધુસાધ્વીજી મ. મદિરા તેમ જ માંસ વાપરતા નથી : આ પ્રસિદ્ધ વાતની સાથે તે તે વાતનો વિરોધ આવતો નથી. છ-છા. TET 1 TEA ATTTTTTT

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56