Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ મૈથુન સેવવામાં દોષ નથી. પ્રાણીઓની એ પ્રવૃત્તિ(સ્વભાવ) છે. એનાથી વિરામ પામવું-એ મહાફળવાળું છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દ્વિજ(બ્રાહ્મણ)વાદીની એ માન્યતા છે કે માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનસેવન : એ પ્રાણીઓની સ્વભાવભૂત પ્રવૃત્તિ છે. એ કરવાથી કર્મબંધસ્વરૂપ દોષ પ્રાપ્ત થતો નથી. પરંતુ માંસભક્ષણાદિથી જે નિવૃત્તિ(વિરામ પામવું) છે તે મહાલવાળી છે. એનાથી મહાન અભ્યદય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુસ્મૃતિમાં જણાવ્યું છે. બ્રિજવાદીઓની એ માન્યતા સ્પષ્ટ છે. I૭-૯ •0•@ બ્રિજવાદીઓની માન્યતાનું નિરાકરણ કરાય છે – भक्ष्यं मांसं परः प्राहानालोच्य वचनादतः । जन्मान्तरार्जनाद् दुष्टं न चैतद् वेद यत्स्मृतम् ॥७-१०॥ માંસભક્ષણમાં દોષ નથી.. ઈત્યાદિ વચનથી બ્રિજવાદીએ માંસને ભક્ષ્ય તરીકે જે જણાવ્યું છે તે, શાસ્ત્રનાં પૂર્વાપર વચનોને વિચાર્યા વિના કહ્યું છે. કારણ કે આ માંસભક્ષણ બીજા જન્મને પ્રાપ્ત કરાવનારું હોવાથી તે દુષ્ટ છે : એની તેને જાણ નથી. મનુએ આ વિષયમાં નીચે મુજબ જણાવ્યું છે-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ૭-૧ના මමම મનુએ આ વિષયમાં જે જણાવ્યું છે, તે જણાવાય છે – मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ॥७-११॥ RASTRATA

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56