Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ છે કે-“પ્રાણીનું અદ્ગ પણ એક(ઓદનાદિ) ભક્ષ્ય છે અને બીજું (માંસાદિ) તેવું-ભક્ષ્ય નથી. કારણ કે ગાય વગેરેનું યોગ્ય દૂધ અને રુધિર વગેરેમાં તે મુજબ પેયાપેયત્વ પ્રસિદ્ધ છે.” શાસ્ત્ર અને લોકપ્રસિદ્ધ એવી પણ વ્યવસ્થા માનવી ન હોય અને અનુમાનથી જ, તે ભસ્યાભક્ષ્યત્વ માનવું હોય તો તમને (બૌદ્ધને) ભિક્ષુમાસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસદ્ગ આવશે. કારણ કે તેમાં પણ પ્રાપ્યજ્ઞત્વ સમાન જ છે. શ્રી અષ્ટપ્રકરણમાં એ વિષયમાં જણાવ્યું છે કે-પ્રાધ્યક્શત્વના કારણે જ જો ભક્ષ્યત્વ માનવામાં આવે તો ભિક્ષુના માંસભક્ષણનો નિષેધ કોઈ પણ રીતે ક્યારે ય સદ્ગત નહિ બને તેમ જ અસ્થિ (હાડકાં) શિગડા...વગેરેને પણ ભક્ષ્ય માનવાનો પ્રસિદ્ઘ આવશે. કારણ કે તેના પ્રાધ્યદ્ભત્વમાં કોઈ જ વિશેષતા નથી. બીજું આ રીતે પ્રાપ્યદ્ભત્વાદિ સ્વરૂપે સામ્ય હોવા માત્રથી જ માંસાદિમાં ભક્ષ્યત્વ માની લેવામાં આવે તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીની જેમ માતામાં પણ ગમ્યત્વ(ભોગ્યત્વ) માનવાનો પ્રસદ્ગ આવશે. તેથી માંસ ભક્ષ્ય છે. કારણ કે તેમાં પ્રાણજ્ઞત્વ છે... ઈત્યાદિ પ્રલાપ ઉન્મત્ત માણસને શોભે. વિદ્વાનોની સભામાં એ શોભતો નથી. આ વાતને સ્પષ્ટ કરતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કેપ્રાણ્યગ્રત્વમાત્રના સામ્યથી જ માંસાદિમાં પ્રવૃત્તિ ઈષ્ટ હોય તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીમાં અને પોતાની માતામાં પણ તે પ્રવૃત્તિ સરખી જ માનવી પડશે. મંડલતંત્રવાદીઓને એ ઈટ જ છે, અનિષ્ટ નથી આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે મંડલતંત્રવાદીઓના મતનું નિરાકરણ અન્યત્ર અનેક રીતે કર્યું છે અને સંક્ષેપથી આગળ કરાશે. તેથી તેમના મતે જે ઈષ્ટ છે, તે શાસ્ત્ર અને લોકથી સિદ્ધ વ્યવસ્થાથી બાધિત થતું સરકારમાંsis: Sys ssssssssss

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56