Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 9
________________ ભક્ષ્યાભક્ષ્યત્વની પ્રયોજિકા વ્યવસ્થા છે : એ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે-“આ લોકમાં ભક્ષ્યાભઢ્ય વગેરે બધી જ વ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને શિષ્યલોકના કારણે થતી હોય છે. તેથી ઉપર જણાવેલું માંસમાં ભક્ષ્યત્વને સિદ્ધ કરનારું અનુમાન અયુક્ત છે.” કારણ કે શાસ્ત્ર અને શિષ્ટજનોની વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વ બાધિત છે.... ઈત્યાદિ સારી રીતે વિચારવું. I૭-ગાં @ ••0 ભક્ષ્યાભસ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના કારણે થતી હોય છે : આ વાત નીચે જણાવેલા આ કારણે પણ માનવી જોઈએ. (એનું જ કારણ છે તે જણાવાય છે.)- - व्यवस्थितं हि गोः पेयं क्षीरादि रुधिरादि न । न्यायोऽत्राप्येष नो चेत् स्याद् भिक्षुमांसादिकं तथा ॥७-४॥ “ગાયનું દૂધ વગેરે પેય છે પરંતુ લોહી વગેરે પેય નથી આવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે. આવી જ વ્યવસ્થા અહીં પણ વિચારવી જોઈએ. અન્યથા એવી વ્યવસ્થા માનવામાં ન આવે તો ભિક્ષુમાંસાદિને પણ ભણ્ય માનવાનો પ્રસજ્ઞ આવશે.'-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભક્ષ્યાભઢ્યની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના અનુસારે જ માનવી જોઈએ. લોકમાં અને શાસ્ત્રમાં એ વ્યવસ્થિત છે કે ગાયનું દૂધ પેય છે અને લોહી વગેરે અપેય છે. ગાયનું અદ્ગ હોવાથી તે રૂપે બન્નેમાં કોઈ વિશેષતા નથી છતાં એકને (ગોક્ષીરાદિને) પેય અને બીજાને (રુધિરાદિને અપેય મનાય છે. આ જ ન્યાય(રીત) અહીં પણ લાગે છે. પ્રાણ્યવ્રુત્વ હોવા છતાં ઓદન વગેરે ભક્ષ્ય છે અને માંસ વગેરે અભક્ષ્ય છે. શ્રી અષ્ટપ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યુંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56