Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ ઈષ્ટ છે) તેને સિદ્ધ કરવા માટે અનુમાન કરાય છે અને બીજું પરપક્ષમાં દૂષણ આપવા માટે પોતાની માન્યતા ન હોય તોપણ અનુમાન કરાય છે. માંસમાં લક્ષ્ય પ્રાધ્યાત્વીક્ મોનાવિદ્ (માંસ પણ ભક્ષ્ય છે, પ્રાણીનું અદ્ગ હોવાથી. ઓદનાદિની જેમ). આ અનુમાન સ્વતંત્રની સાધના માટે હોય તો આ બૌદ્ધોનું અનુમાન દુર છે. કારણ કે દષ્ટાંતમાં સાધનની વિકલતા છે. આશય એ છે કે ઉપરના અનુમાનમાં પ્રાપ્યદ્ભત્વ સાધન-હેતુ છે. તે હેતુ દષ્ટાંતમાં પણ રહેવો જોઈએ. અન્યથા દષ્ટાંતમાં સાધનની વિકલતા સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે. બૌદ્ધોની એ માન્યતા નથી કે વનસ્પતિ વગેરે એકેન્દ્રિય પ્રાણી છે. એવી માન્યતા ન હોવાથી તેમના મતે ઓદનાદિમાં પ્રાપ્યદ્ભત્વ નથી. હેતુના અભાવે દષ્ટાંત તરીકે ઓદનાદિનો ઉપન્યાસ નહીં કરી શકાય. તેથી ઉપર જણાવેલું અનુમાન અયુક્ત છે. જે લોકો માંસને અભક્ષ્ય માને છે. એમના મતમાં માત્ર દૂષણ ઉભાવન કરવાના તાત્પર્યથી પ્રસંગ (અતિપ્રસંગ-અનિષ્ટાપદનાદિ) સાધન માટે જો ઉપર જણાવેલું અનુમાન માની લઈએ તો વિકલ્પ સિદ્ધદષ્ટાંતનું ઉપાદાન કરીને એ અનુમાન કરી શકાય. પરંતુ એ પણ અયુક્ત છે. કારણ કે આ અનુમાનથી સિદ્ધ થયેલા ભક્ષ્યત્વનો; લોક અને આગમથી સિદ્ધ ભક્ષ્યાભઢ્યની જે વ્યવસ્થા છે કે ઓદનાદિ ભક્ષ્ય છે; અને માંસ અભક્ષ્ય છે; તે વ્યવસ્થા બાધ કરે છે. આશય એ છે કે બીજાની માન્યતામાં માત્ર દૂષણનું જ ઉભાવન કરવાનું તાત્પર્ય હોય ત્યારે બીજાની માન્યતા મુજબના દષ્ટાંતથી અનુમાન કરી શકાય છે. દષ્ટાંત મુજબ પોતાની પણ એવી માન્યતા હોવી જોઈએ : એ આવશ્યક નથી. ઓદનાદિમાં બૌદ્ધો પ્રાપ્યજ્ઞત્વ માનતા નથી. પરંતુ બીજા લોકો માને છે. તેથી બૌદ્ધોની દષ્ટિએ ઓદનાદિમાં ::: : : : ::: :: :: : :: : :: :: :Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56