Book Title: Dharmbij Author(s): Tattvanandvijay Publisher: Vishvakalyan Prakashan TrustPage 46
________________ મૈત્રીભાવના છે. પરમવત્સલ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું શાસન અત્યંત ગૂઢ છે. તે શાસનનો દિવ્ય પ્રકાશ તે જ આત્માઓમાં સ્કુરાયમાન થાય છે કે જેઓ પોતાનાં હૃદયને મૈત્રીભાવનાથી અત્યંત ભાવિત કરે છે. શ્રી જૈન શાસનના આનંદરસને તેઓ જ લૂંટી શકે છે કે જેઓ નિષ્કામમૈત્રીના બળે પોતે પ્રસન્ન રહે છે અને સમાગમમાં આવનારાઓમાં પણ મૈત્રીથી અવર્ણનીય આનંદ જગાવે છે. હવે મૈત્રીને આજના વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ : આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી અનેક પોષક તત્ત્વો (Vitamins) આપણા શરીરને મળે છે અને તેથી આરોગ્ય જળવાઈ રહે છે. જ્યારે આ પોષક તત્ત્વો (વિટામીન બી કોમ્પલેક્સ, થીયોમીન ક્લોરાઈડ વગેરે) શરીરને પૂરતા પ્રમાણમાં નથી મળતાં, ત્યારે એક પ્રકારની નબળાઈ શરીરમાં ઉત્પન્ન થાય છે, તેની અસર આપણા સ્વભાવ પર પડે છે, એ સ્વભાવમાં બીજાઓ પ્રત્યેના દ્વેષની માત્રા ઘણી વાર વધી જાય છે અને તેથી મૈત્રી દુઃશક્ય બને છે. Hypertension (હૃદયના, રક્તના, હોજરીના વગેરે) બધા જ રોગો પ્રાયઃ અમૈત્રી, તીવ્ર દ્વેષ, તીવ્ર વૈર, વગેરેમાંથી ઉત્પન્ન થાય છે. અમૈત્રીના પરિણામ વખતે જઠરગ્રંથિના રસો, મોંની લાળ વગેરેથી આઘાત પહોંચે છે, તેની અસર શરીર પર થાય છે. ક્રોધ, વૈર, તિરસ્કાર વગેરેના પ્રસંગોમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનો વેગ વધે છે અને લોહી મગજ તરફ ધસે છે, તેના કારણે શરીરનું આરોગ્ય બગડે છે. " માનસશાસ્ત્ર “Love Your Enemies' તમારા દુશ્મન સાથે પ્રેમ કો, એ બાઈબલના વાક્યને દવા તરીકે માને છે. અર્થાત્ મૈત્રી એ સર્વ શારીરિક કે માનસિક રોગોની દવા છે. હૃદયનો હુમલો દબાણ વગેરે રોગો મૈત્રીથી મટે છે. મૈત્રીથી મુખનું સૌંદર્ય વધે છે. વૈર અને તિરસ્કારની કઠોર વૃત્તિઓ મુખની સુંદરતાનો ઘાત કરે છે. હોલીવુડના સિતારકો ઉપરના બાઈબલના વાક્યને ‘Beauty Formula-સૌંદર્યવર્ધક સૂત્ર માને છે. મૈત્રીથી વેપારમાં પણ ઘણા લાભો થાય છે. શાંત મગજવાળો માણસ વેપારમાં લાભ મેળવે છે, કેટલાકPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180