________________
૧૧૬
ધર્મબીજ
પણ જોઈએ છીએ. જેના હૃદયમાં આ કરુણાભાવના અને માધ્યસ્થ્ય ચરમ સીમાને પામે, તેની પૂજામાં ત્રણે લોક તત્પર બને એમાં આશ્ચર્ય જ શું છે ?
સારાંશ એ છે કે પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધનો મૈત્રી, મુદિતા, કરુણા, અને ઉપેક્ષા છે. આ ચાર ભાવનાઓના નિરંતર સેવનથી આપણે આપણા જીવનને પવિત્ર, આનંદમય અને આદર્શ બનાવી શકીએ.