Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 154
________________ અભ્યાસ અંગે સૂચનો ૧. વહેલી સવારમાં નિદ્રાનો ત્યાગ કરીને આત્મચિંતનના પ્રસંગે મૈત્ર્યાદિ ચાર ભાવનાઓનું અવશ્ય ચિંતન કરવું. ૨. તે વખતે એવો દૃઢ સંકલ્પ કરવો કે આ ચાર ભાવનાઓમાં હું અવશ્ય નિષ્ઠા કેળવીશ, કારણ કે ભાવનાઓ વિના જીવન ઊર્ધ્વગામી બનતું નથી. ૩. શરૂઆતના અઠવાડિયામાં રોજ ઓછામાં ઓછું એક વાર ૧૦ મિનિટ સુધી ચિંતન કરવું. બીજા અઠવાડિયામાં શક્યતા પ્રમાણે સમય વધારવો અને બીજી વાર પણ ચિંતન કરવું. એમ અનુક્રમે અભ્યાસ વધારવો, બીજું કોઈ કાર્ય કરવાનું ન હોય ત્યારે મનને ભાવનાઓમાં રોકી રાખવું. ૪. દિવસમાં જેટલી વખત ચિંતન કરો તેટલાં ટપકાં આની પછી આપેલા અભ્યાસના કોષ્ટકમાં ‘ચિંતન’ નામના ખાનામાં મૂકવાં. એક વખત ચિંતન કરો તો એક ટપકું [0] મૂકવું. એ પ્રમાણે બીજાં ખાનાંઓમાં પણ સમજવું. કોષ્ટક સદૈવ પાસે રાખવું. ૫. ભંગ થાય પછી તરત જ ધારેલ ત્યાગ કે પ્રાયશ્ચિત્ત કરવું. ઓછામાં ઓછા ત્રણ નવકાર ગણવા, ચતુરક્ષરી ‘અરિહંત’ મંત્ર ૧૦૮ વાર જપવો. ૬. રોજ સાંજના કોષ્ટકનું સિંહાવલોકન કરવું અને સાંજે ભાવનાઓમાં કેટલી પ્રગતિ સાધી તે વિચારવું. ૭. રાત્રે નિદ્રા પૂર્વે ભાવનાઓનું અવશ્ય મનન કરવું. ૮. આ ‘ધર્મબીજ’ ગ્રંથમાંથી જે પંક્તિઓ મહત્ત્વની લાગે, તેના પર લાલ પેન્સિલથી નિશાની અને તેની જુદી નોંધ પણ કરવી. પછી રોજ એક વખત એ નિશાન કે નોંધ પર નજર ફેરવી જવી. ૯. એક વર્ષ સુધી આ ભાવનાઓમાં ‘હું સતત પ્રયત્ન કરીશ’ એવો દૃઢ સંકલ્પ કરવો. ૧૦. બીમારીમાં કે વિઘ્નમાં આ ભાવનાઓ અવશ્ય ચિંતવવી.

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180