________________
ઉપસંહાર
૧૨૩ હિંસાદિ પાપોને અટકાવી અહિંસાદિના પાલન દ્વારા સર્વજીવોને સુખી કરનારું ઉપકારી જીવન જીવી કર્મબંધથી મુક્ત થાઓ ! એ કારણે તેઓએ ઉપર કહ્યો તે ઉભય પ્રકારનો ધર્મ અને તેનું પ્રગટીકરણ, રક્ષણ, પાલન કરવાના ઉપાયો રૂપ ગૃહસ્થને સમ્યત્વમૂલ બાર વ્રતોથી માંડીને અગિયાર પડિમાઓ સુધીનું કર્તવ્ય જણાવ્યું છે. અહીં સમ્યત્વ એટલે સર્વજીવોને સુખી કરવાના શુભ આત્મપરિણામ રૂપ સદ્ધર્મની રુચિ. જ્ઞાન એ પરિણામને પ્રગટાવનાર અણુવ્રતાદિ તે તે ઉપાયો વગેરેનો બોધ અને ચારિત્ર એટલે યથાશક્ય તે ઉપાયોનું સેવન સમજવું. સાધુજીવન જીવવાની યોગ્યતાવાળાને સામાયિકચારિત્રના જ્ઞાનપૂર્વક તેના પ્રાણભૂત અષ્ટપ્રવચનમાતાના કે પાંચ મહાવ્રતોના પાલનરૂપ આકરાં કર્તવ્યો કરવા કહ્યું છે.
મારાં આ કર્તવ્યોના પાલનથી ‘સર્વ જીવો સુખી થાઓ, સર્વનાં દુઃખો નાશ પામો' એવા આશયને ધર્મ એ કારણે કહેવાય છે કે આપણા જીવને પ્રત્યેક જન્મોમાં અન્ય જીવોએ વિવિધ ઉપકાર કરેલા છે. એથી સર્વ જીવોનું ઉપકારનું ઋણ આપણા ઉપર ચઢેલું છે. આ ઋણનું બંધન એ જ સંસારકારાવાસનું કારણ છે. તેમાંથી છૂટવા ઋણમુક્તિ સિવાયના અન્ય ઉપાય ન ઘટે. ઉપર કહ્યાં તે કર્તવ્યોના પાલનપૂર્વક સર્વજીવોને સુખી કરવાની ભાવના એ જ તેનો સાચો ઉપાય છે. એ માર્ગે જ ઋણમુક્તિ થાય. માટે જ્ઞાનીઓએ તેને ધર્મ કહ્યો છે. - આ આશય પ્રગટાવવા મૈત્રીભાવના બીજભૂત છે અને તેમાંથી પ્રગટતો તે આશય તેનું ફળ છે. પ્રમોદાદિ ભાવનાઓ મૈત્રીના જ અંગભૂત છે. કારણ કે તેના અભાવે મૈત્રી ફળે નહિ અને ટકે પણ નહિ. આ ગ્રંથમાં મૈત્રીઆદિ ભાવનાઓને સિદ્ધ કરવાના ઉપાયો અને વ્યતિરેકથી એ ભાવનાઓ સિદ્ધ ન કરવાથી થતી હાનિઓ વગેરે જણાવ્યું છે, તે જાણ્યા પછી ધર્મના અર્થીને આ ગ્રંથ ધર્મ પ્રગટાવવા માટે ધર્મની બાળપોથી જેમ આવશ્યક અને આદરપૂર્વક અભ્યાસ કરવા યોગ્ય સમજાયા વિના રહેશે નહિ. કોઈ પણ વિદ્વાનને પ્રથમ ઉપકાર બાળપોથી કરે છે, તેમ કોઈ પણ ધર્મીને આ ગ્રંથ અને તેમાં બતાવેલી ભાવનાઓનો અભ્યાસ ઉપકાર કરશે, એવી આશા સાથે વિરામ!
१. 'परस्परोपग्रहो जीवानाम्' तत्त्वार्थाधिगम, ५-२१.