________________
પરિશિષ્ટ
मत्तञ्च सव्वलोकस्मिं मानसं भावये अपरिमाणं । उद्धं अधो च तिरियञ्च असम्बाधं अवेरं असपत्तं ।।
૧૩૯
ઉપર, નીચે, ચારે બાજુ અને સર્વ જગત પ્રત્યે અપરિમેય બાધારહિત, વિદ્વેષરહિત અને પ્રતિદ્વંદ્વરહિત એવા મૈત્રીભાવને હું ધારણ કરું !
तिट्टं चरं निसिन्नो वा सयानो वा यावतस्स विगतमिद्धो । एतं सतिं अधिठेय्य, ब्रह्ममेतं विहारमिधमाहु ।
',
સુત્તનિપાત, મેત્તસુત્ત, ૬-૮.
ઊભાં, ચાલતાં, બેસતાં, સૂતાં કે જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી, સર્વ અવસ્થાઓમાં ઉપર કહેલ (પૂર્વની બે ગાથાઓમાં બતાવી તે) મૈત્રીની સ્મૃતિ કાયમ રહેવી જોઈએ, એને જ આ લોકમાં ‘બ્રહ્મવિહાર’ કહે છે.
मेत्ता, करुणा, मुदिता, उपेक्खा ति इमे चत्तारो ब्रह्मविहारा વિસુદ્ધમગ્ગ, નિર્દેશ ૩. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર બ્રહ્મવિહારો છે (કારણ કે તે બ્રહ્મની જેમ સર્વ જીવોને નિર્દોષ દષ્ટિએ જોતાં શીખવે છે.)