Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 173
________________ ૧૩૬ ધર્મબીજ આકાશમાં જેટલા જીવલોક છે, તે બધામાં જેટલા જીવો છે, તે બધા જ્યાં સુધી મુક્તિ ન પામે, ત્યાં સુધી હું તેમની એ જ રીતે સેવા કરતો રહીશ. परान्तकोटिं स्थास्यामि सत्त्वस्यैकस्य कारणात् । શિક્ષાસમુચ્ચય, ૧. એક પ્રાણીના ઉદ્ધાર માટે પણ સૃષ્ટિના અનંત અનંત કરોડ વરસો સુધી હું આ જગતમાં રહીશ. मुच्यमानेषु सत्त्वेषु ये ते प्रामोद्यसागरा: । तैरेव ननु पर्याप्तं मोक्षेपारसिकेन किम् ।। બોધિચર્યાવતાર, ૮-૧૦૮. જીવોને દુઃખનાં બંધનોથી મુક્ત થતાં જોઈને બોધિસત્ત્વના હૃદયમાં જે આનંદરસનો સમુદ્ર ઊછળે છે, તેનાથી જ સર્યું. રસહીન શુષ્ક મોક્ષનું શું પ્રયોજન છે? ग्लानानामस्मि भैषज्यं, भवेयं वैद्य एव च । तदुपस्थायकश्चैव, यावद् रोगोऽपुनर्भवः ।। क्षुत्पिपासाव्यथां हन्यां, अन्नपानप्रवर्षगैः । दुर्भिक्षान्तरकल्पेषु, भवेयं पानभोजनम् ।। दरिद्राणां च सत्त्वानां निधि: स्यामहमक्षयः । नानोपकरणाकारैरुपतिष्ठेयमग्रतः । બોધિચર્યાવતાર, ૩-૭-૯. જેઓ રોગી છે તેમના માટે હું દવા અને વૈદ પણ બનું, જ્યાં સુધી તેમનો રોગ સર્વથા ન જાય ત્યાં સુધી તેમનો સેવક બનું! અન્ન અને પાણીને સારી રીતે આપીને પ્રાણીઓની સુધા અને તૃષાને દૂર કરું! દુષ્કાળમાં તથા લાંબી મુસાફરીઓમાં તેમના માટે અન્નપાણી બનુંદરિદ્રો માટે અક્ષય ધનભંડાર બનું! નાના પ્રકારની સામગ્રી આપીને હું તેમની સેવા કરું !' अनाथानामहं नाथ: सार्थवाहश्च यायिनाम् । पारेप्सूनां च नौभूत: सेतुः संक्रम एव च ।।

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180