________________
ઉપસંહાર
સુખ મેળવવાની ઇચ્છા સર્વજીવોને સ્વાભાવિક છે, કારણ કે ‘સચ્ચિદાનંદ’ તેનો સ્વભાવ છે. પ્રત્યેક જીવ પોતાના તે મૂળ સ્વભાવ તરફ પહોંચવા જ પ્રયાણ કરતો હોય છે. આ પ્રયાણ માટેનાં પગલાં એ જ તેના પર્યાયો છે. પ્રત્યેક પગલું (પર્યાય) તેને પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચાડવા . શક્તિમાન હોય છે, પણ તેને સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તેનો માર્ગ બદલાયેલો છે. એથી જ તેનું ભવભ્રમણ ચાલુ છે.
સત્ય માર્ગે ચાલવું તેને ‘ધર્મ’ કહેવાય છે. આ ધર્મ ચારિત્રરૂપ છે, તેના બે પ્રકારો છે. એક ગૃહસ્થથી પાળી શકાય તે દેશિવરિત. અને બીજો સાધુ બનીને આચરી શકાય તે સર્વવિરતિ, તેમાં સામાયિકાદિ વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતો સર્વજીવવિષયક હિતનો આશય કે જે અમૃત તુલ્ય હોઈ પરિણામે અજરામર પદ પ્રાપ્ત કરાવી શકે છે, આ મુમુક્ષુનો જે આત્મપરિણામ તેને સાધુધર્મ કહેલો છે. બીજો અણુવ્રતાદિથી યાવત્ શ્રાવકની પડિમા વહન કરવા દ્વારા પ્રગટ થતો એવો જ સાધુ-ધર્મને પ્રાપ્ત કરવાના આશયરૂપ આત્મપરિણામ તેને શ્રાવકધર્મ કહ્યો છેર.
જીવને અનાદિ મોહની વાસનાના કારણે પોતાનાં જ સુખને મેળવવાની વાસના હોવાથી પ્રત્યેક ભવમાં તે સતત પ્રયત્નો કરે છે, પણ અન્ય જીવોના સુખ-દુઃખનો તેને વિચાર નહિ હોવાથી તે પ્રયત્નોમાં હિંસા, જઠ, ચોરી વગેરે અઢાર પાપસ્થાનકોને સેવતો અન્ય જીવોના સુખના ભોગે પોતે સુખી થવા મથે છે. તેના પરિણામે હિંસાદિ અપરાધોથી અધિક કર્મો બાંધતો તે અધિકાધિક દુ:ખી થાય છે.
આ અનાદિ ભૂલને સુધારવા શ્રી જિનેશ્વર દેવોનો આદેશ છે કે ‘સર્વજીવોને સુખી અને દુઃખમુક્ત કરવાની ભાવનાપૂર્વક તે તે ઉપાયોની १. 'साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्गयः सकलसत्त्वहिताशपरिणाम एव' २ ‘श्रावकधर्मोऽणुव्रताद्युपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषरूप आत्मपरिणाम:' ધમ્મદયાણં પદની લલિતવિસ્તરા ટીકા.