Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 157
________________ અંતિમ વક્તવ્ય આ ચાર ભાવનાઓ અત્યંત દુર્લભ છે. પૂર્વે અનેક જન્મોમાં કરેલી માર્ગાનુસારી ક્રિયાના અભ્યાસથી પુણ્યાનુબંધિપુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે પુણ્યથી યુક્ત આત્મા મૈયાદિ ભાવનાઓના અભ્યાસમાં આગળ વધી શકે જેને જિનવચનમાં શ્રદ્ધા છે, જ્યારે તેને અનુસરે છે અને જેઓ યમ નિયમાદિથી સંપન્ન છે, તેઓને આ ભાવનાઓ શીઘતઃ આત્મસાત્ થાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, પારકા પર અપકાર કરવાની ઇચ્છા, અસૂયા, અમર્ષ (વૈર વાળવાની વૃત્તિ) વગેરે મલોથી ભરપૂર એવું ચિત્ત જ સાધનામાં મહા પ્રતિબંધક છે. મૈચાદિ ભાવનાઓના નિરંતર અભ્યાસથી આ મલો નાશ પામે છે અને સૌજન્ય, ઉદારતા, ગાંભીર્ય, હૃદયની વિશાળતા વગેરે ધર્મમાં અતિ આવશ્યક અનેક ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. જે મૈત્યાદિભાવનાઓના અભ્યાસ વિના જ ધ્યાનાદિ સાધનાઓમાં આગળ વધવા ઇચ્છે છે, તે અતિમલિન દીવાલને સાફ કર્યા વગર તેના પર સુંદર ચિત્ર કાઢવા ઇચ્છે છે. મૈથ્યાદિ ભાવનાઓને હૃદયમાં ધારણ કર્યા વિના જે ધર્મ કે તેનાં ફળોને ઇચ્છે છે, તે લંગડો છતાં મેરુને ઓળંગવા જેવું દુસ્સાહસ કરે છે. મૈયાદિભાવનાઓ ધર્મરૂપ મહાસાગરની તુલનામાં નાના સરોવર જેવી છે, સરોવરને તરવાની શક્તિ વિનાનો મહાસાગરને શી રીતે તરી શકે ? મૈત્યાદિભાવનાઓ એ જ પરમ અધ્યાત્મ છે. પરમ યોગ છે અને પરમ અમૃત છે. સઘળાય શ્રી જિનપ્રવચનનું રહસ્ય પણ આ ચાર ભાવનાઓ છે. આ ચાર ભાવનાઓ જેના મનમાં સતત રમે છે. તે પોતે અને તેના સંપર્કથી સમગ્ર વિશ્વ પણ પવિત્ર બને છે. - “આ ચાર ભાવનાઓ મુનિજનને આનંદ આપવા માટે અમૃતને ૧ જ્ઞાનાર્ણવ પ્રકરણ ૨૭માં કહ્યું છે કે – 'एता मुनिजनानंदसुधास्यन्दैकचन्द्रिका: । ध्वस्तरागाधुरुक्लेशा, लोकाग्रपथदीपिका: ।।१५।। एताभिरनिशं योगी, क्रीडन् अत्यंतनिर्भरम् । सुखमात्मोत्थमत्यक्षमिहैवास्कन्दति ध्रुवम् ।।१६।।

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180