Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 158
________________ અંતિમ વક્તવ્ય ૧૨૧ ઝરતી અલૌકિક ચંદ્રજ્યોત્સાઓ છે, રાગાદિ આંતરિક મહાક્લેશોને ધ્વસ કરનારી અમૃત કુંપિકાઓ છે અને મોક્ષમાર્ગને બતાવનારી દીપિકાઓ છે. આ ચાર ભાવનાઓની સાથે અહર્નિશ યથેચ્છ રીતે રમતો યોગી અત્યંત, સાતિશય અને અતીંદ્રિય એવા આત્મિક સુખને આ લોકમાં જ નિશ્ચયતઃ પામે છે. આ ભાવનાઓમાં સંલીન બનેલો આત્મા જગતના સ્વરૂપને જાણીને મુગ્ધ બનતો નથી, પણ તેથી અધ્યાત્મને નિશ્ચયથી (સ્વરૂપરમણતાને) પામે છે. આ ભાવનાઓ જ્યારે સારી રીતે અભ્યસ્ત થાય છે ત્યારે યોગનિદ્રા(ધ્યાન)માં સ્વૈર્ય આવે છે. મોહનિદ્રા દૂર થાય છે અને તત્ત્વનો વિનિશ્ચય થાય છે. જિતેંદ્રિય અને જિતકષાય એવો યોગી જ્યારે સમગ્ર વિશ્વને અહર્નિશ આ ભાવનાઓ વડે જુએ છે, ત્યારે પરમોદાસીન્યને પામેલા તે અહીં મુક્તાત્માની જેમ વિચરે છે.” એમ ચાર ભાવનાઓનું મહત્ત્વ જે જે રીતે મનમાં વધે તે તે રીતે ઉપાદેય છે. આ ચાર ભાવનાઓ પરમ મંગલ છે, માટે તે પરમ મંગલને સાધકે સદેવ ચિત્તમાં સ્થાપિત કરવું જોઈએ અને પોતાના જીવનને મંગલમય બનાવવું જોઈએ. सावनास्वासु संलीन:, करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगद्वृत्तं, विषयेषु न मुह्यति ॥१७॥ योगनिद्रा स्थितिं धत्ते, मोहनिद्राऽपसर्पति । आसु सम्यक्प्रणीतासु, स्यान्मुनेस्तत्त्वनिश्चयः ॥१८॥ आभिर्यदानिशं विश्वं, भावत्यखिलं वशी । तदौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥१९॥

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180