Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 167
________________ ૧ ૩૦ ધર્મબીજ सर्वभूतेषु यः पश्येद् भगवद्भावमात्मनः । भूतानि भगवत्यात्मन्येष भागवतोत्तमः ।। ईश्वरे तदधीनेषु बालिशेषु द्विषत्सु च । प्रेममैत्रीकृपोपेक्षा य: करोति स मध्यमः ।। શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૪૫-૪૬. જે પ્રાણીમાત્રમાં પોતાના વિરાટ સ્વરૂપને અને પોતાના વિરાટ સ્વરૂપમાં પ્રાણીમાત્રને જુએ છે, તે ભાગવતોમાં ઉત્તમ છે. ઈશ્વર પર પ્રેમ, તેના ભક્ત પ્રત્યે મૈત્રી, અજ્ઞાનીઓ પર કૃપા અને દુષ્ટો પર જે ઉપેક્ષા કરે છે, તે મધ્યમ (ભાગવત) છે. परोपकारः पुण्याय पापाय परपीडनम् પરોપકાર (મૈત્રી) માટે થાય છે અને બીજાઓને પીડા આપવી તે (અમૈત્રી) પાપ માટે થાય છે. ध्यायन्तु भूतानि शिवं मियो धिया । પ્રાણીઓ પરસ્પરનાં કલ્યાણને અંતઃકરણ વડે ઇચ્છો. मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां માવજાતશિરપ્રસાદનમ્ I (પાતર્ક્સલ યોગસૂત્ર) સુખી જીવો વિષે મૈત્રી, દુઃખિતો પ્રત્યે કરુણા, પુણ્યવાનો વિષે મુદિતા અને નિષ્પયજનોને વિશે ઉપેક્ષાને ભાવવાથી ચિત્ત પ્રસન્ન બને છે. अयं निज: परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।। આ મારો અથવા આ પારકો’ એવી ગણના શુદ્ર જનોની હોય છે. ઉદારચરિત્રવાળા મહાત્માઓ તો સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ માને છે. आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ।।। સર્વ જીવોને વિષે જે આત્મવત્ જુએ છે, તે જ સાચો દ્રણ છે. પુમાન્ પુમાં પરિપતુ વિશ્વત: | ઋગ્વદ એક મનુષ્ય બીજા મનુષ્યની સર્વ રીતે રક્ષા કરો.

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180