________________
પૂજ્યતાનાં સાધનો
૧૧૫ મૈત્રીપવિત્રપત્રાવ' પદ વડે શ્રી સ્તુતિકાર મહર્ષિ એક મહત્ત્વપૂર્ણ વિશ્વનિયમને બતાવવા માગે છે કે મૈત્રી ભાવનાનો અભ્યાસ જીવને શ્રી
અરિહંતમાં રહેલી પવિત્રતાનું ભાજન બનાવી શકે છે. પવિત્રતા એટલે વૈરાદિ ચિત્તમલોના નાશ થવાથી પ્રગટ થતો આત્મગુણ, જેઓએ આ પવિત્રતાની પ્રાપ્તિ કરવી હોય તેઓએ મૈત્રીભાવનાનું ચિંતન, મનન, નિદિધ્યાસન અને વ્યવહારમાં ઉપયોગ વગેરે કરવા વડે પોતાના આત્માને ભાવિત કરવો અત્યંત આવશ્યક છે. સર્વ જીવોને પરમ મિત્રની આંખે જોનારા શ્રી અરિહંત પરમાત્માની જેમ આપણે પણ જગતના મિત્ર બનવું જોઈએ. મિત્ર જેમ પોતાના મિત્રની હિતચિંતામાં સર્વદા નિરત રહે છે, તેમ આપણે પણ જગતના સર્વ જીવોની હિતચિંતા માટે આત્માને ઉદ્યત બનાવવો જોઈએ. તાત્પર્ય એ છે કે મૈત્રીભાવના પવિત્રતાની પુષ્ટિ માટેનું એક અપૂર્વ રસાયણ છે.
‘મુદિતાનો શાછિને એ પદમાં પ્રમોદભાવના, પરમઆનંદ અને શોભા, એ ત્રણ અર્થને અનુક્રમે કહેનારા “મુદિતા', “આમોદ અને “શાલિ શબ્દો વડે શ્રી સ્તુતિકાર ભગવંત બીજા વિશ્વનિયમને રજૂ કરે છે કે યોગસ્વરૂપ એવા શ્રી અરિહંતોને જે સર્વોચ્ચ શોભા (સૌંદર્યરૂપ પ્રાતિહાર્યાદિ યોગવિભૂતિઓ) પ્રાપ્ત થાય છે, તેનું કારણ તેમનો આમોદ અર્થાત્ પરમપ્રસન્નતા છે. આ પરમપ્રસન્નતા તેમને મુદિતાભાવનાની પ્રકૃષ્ટ સાધનાથી વરે છે. આપણને પણ એવી શોભા અને એવો આનંદ જોઈતો હોય તો મુદિતાભાવના વડે હૃદયને મુદિત બનાવવું જ પડશે. બીજાના ગુણ જોઈને જે વ્યક્તિ આનંદ હર્ષ પામે છે, તેને પરમાનંદ સ્વયમેવ વરે છે. ગુણી આત્માઓના ગુણો અને ધર્મનાં શુભ આલંબનો જોઈને હૃદયમાં અતિ આનંદ પામનારા આત્માઓ વિના બીજો કોણ શ્રી તીર્થકરની યોગવિભૂતિઓનું ભાજન બની શકે ?
પોપેક્ષપ્રતીક્ષા' આ વિશેષણ વડે શ્રી સ્તુતિકાર ભગવંત એ બતાવે છે કે યોગસ્વરૂપ એવા શ્રી અરિહંત પરમાત્માને જગપૂજ્ય બનાવનારાં કરુણા અને માધ્યશ્ય છે.
જે કોઈ આ જગતમાં પૂજ્યતાને પામ્યા છે, તે બધામાં કરૂણા અને માધ્યશ્ય ઓછાવત્તા અંશમાં હતાં જ. બીજાઓનાં દુઃખો દૂર કરનારા અને તટસ્થ રીતે જીવન જીવનારા આત્માઓ બહુમાનને પામે છે, એ આપણે આજે