________________
૯૪
ધર્મબીજ
ચિત્તમાં ક્રોધરૂપ અગ્નિને સળગાવવો ન જોઈએ. પ્રસ્તુતમાં ‘તે પોતાનાં કર્મનું ફળ ભોગવશે' વગેરે વિચારી મધ્યસ્થ રહેવું જોઈએ. આવું માધ્યસ્થ્ય તે અપમાનવિષયક માધ્યસ્થ્ય છે. તેનાથી અમર્ષ (વેરની ઇચ્છા) રૂપ ચિત્તમલ નાશ પામે છે.
કારણ
(૫) સાંસારિક સુખ વિષયક માધ્યસ્થ્ય ઃ ભવસ્વરૂપનાં વિજ્ઞાનથી અને ‘સંસાર નિર્ગુણ છે.' એવા નિર્વેદજનક જ્ઞાનથી, સાંસારિક સુખોની ઇચ્છાને વિચ્છેદ કરનારું માધ્યસ્થ્ય પ્રગટે છે, તે સાંસારિક સુખવિષયક માધ્યસ્થ્ય છે. વિવેકી પુરુષ માટે પ્રત્યેક સાંસારિક સુખ દુઃખરૂપ છે, કે ચારે ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં દુઃખ ન હોય. તત્ત્વતઃ સંસારમાં સુખ નથી, કિન્તુ સુખાભાસ અર્થાત્ દુઃખ છે, કારણ કે તે મધુલિસ ખગધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. બહુતર દુઃખથી અનુવિદ્ધ સુખ તે દુઃખ જ છે. દેવલોકાદિમાં મળતું સુખ એ તેવા દુઃખનો પ્રતિકાર માત્ર છે. જીવને આ સંસારમાં જે જે સુખ લાગે છે તે કેવળ ભવ ઉપરના અયોગ્ય બહુમાન(ભવાભિનંદિતા)ને લઈને જ છે. પરમાર્થથી તે સુખ નથી. કારણ કે તે કર્મજન્ય છે અને કર્મ એ દુઃખોનો જ હેતુ છે.
‘સંસાર દુઃખમય છે' એવી ભાવનાથી પ્રથમ વૈરાગ્યને (વૈષયિક સુખ પ્રત્યે ઉદાસભાવને) દઢ કરવો જોઈએ. આ વૈરાગ્ય, પ્રશસ્ત મનોભાવરૂપ હોવાથી પુણ્યાનુબંધિ પુણ્યને ઉપાર્જન કરાવી પોતાની મેળે જ દૂર થઈ જાય છે અને પછી સુખ ઉપર માધ્યસ્થ્ય (રાગ કે દ્વેષનો અભાવ) ઉત્પન્ન થાય છે.
‘સર્વ દુ:વસ્’ એ ભાવના સમ્યગ્દર્શનને પ્રગટાવનારી છે, અર્થાત્ સુખવિષયક માધ્યસ્થ્યમાંથી સમ્યગ્દર્શન પ્રગટે છે.
(૬) દુઃખવિષયક માધ્યસ્થ્ય : આવી જ રીતે દુઃખમાં પણ માધ્યસ્થ્ય કેળવવું જોઈએ. ‘દુઃખ ઉપરનો રાગ અનુકૂળતાની બુદ્ધિએ કર્મનિર્જરા વગેરેનું કારણ છે' એમ માનીને દુઃખ પ્રત્યે રાગ કેળવવો જોઈએ. આ રાગ પ્રશસ્ત મનોભાવરૂપ હોવાથી, દુઃખવિષયક માધ્યસ્થ્યને (રાગ કે દ્વેષના અભાવને) ઉત્પન્ન કરીને, સ્વયમેવ નાશ પામે છે.
જો કે સુખવિષયક કે દુઃખવિષયક માધ્યસ્થ્ય તત્ત્વજ્ઞાન વિના ન હોય, તેથી તે તેને તત્ત્વજ્ઞાનજન્ય સર્વવિષયક માધ્યસ્થ્યમાં (જેનું વર્ણન