Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 137
________________ ૧૦૦ ધર્મબીજ કે દ્વેષની ઉત્પાદક નથી", કિન્તુ પોતાનો મોહનીય કર્મનો ઉદય જ તેનો ઉત્પાદક છે. અપરાધ વસ્તુઓનો નથી. કિન્તુ મોહ-મૂઢતાનો છે, વસ્તુ માત્ર પોતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, એક વસ્તુ તરફ આત્માને અમુક વખત રાગ જન્મે છે, જ્યારે બીજી વખત તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ થાય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ હોય છે, તે જ સમયે બીજી વ્યક્તિને તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ હોય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ હોય છે, તે જ સમયે બીજી વ્યક્તિને તે જ વસ્તુ અન્ય અપેક્ષાએ દ્વેષનું નિમિત્ત બને છે, એમ પ્રિયત્વ કે અપ્રિયત્વ અપારમાર્થિક છે,' વગેરે નિશ્ચયનયાભિપ્રેત ભાવનાથી તે મહામધ્યસ્થ વ્યવહારને પાળવા છતાં સર્વદા સમ રહે છે. આવું સમત્વ જ જ્ઞાનયોગ છે. સર્વકાર્યોની સિદ્ધિ આત્મામાં છે. તે મહામધ્યસ્થને પોતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિ પોતાના આત્મામાં જ દેખાય છે, “મારી સિદ્ધિનો હેતુ મારા આત્મામાં રહેલી શુદ્ધિ અને અસિદ્ધિનો હેતુ મારા આત્મામાં રહેલી અશુદ્ધિ છે, મારો આત્મા જ મારા ઇષ્ટ કે અનિષ્ટના હેતુ છે. આપત્તિમાં મારે મારી આત્મશુદ્ધિને સાધના દ્વારા, વધારવી જોઈએ, એ શુદ્ધિ જ મારી આપત્તિ નિવારી શકે' વગેરે નૈૠયિક ભાવનાઓ ચિત્તમાં અતિ દઢ થયેલી હોય છે. બાહ્ય વસ્તુઓ તરફ લઈ જનારા વિકલ્પોને તેના મનમાં સ્થાન જ હોતું નથી. લોકોથી મળતાં નમન, વંદન, સ્તુતિ, પ્રશંસા, નિંદા વગેરે રૂપ તીવ્ર બાણો માધ્યશ્ચભાવનારૂપ મહાકવચને ધારણ કરનાર તે મહામધ્યસ્થ મુનિના મર્મને વીંધી શકતાં નથી. જેના હૃદયમાં માધ્યશ્ય નથી તેવા મુનિના જ ચારિત્રદેહને આ બાણો છિન્નભિન્ન કરી નાખે છે. આત્મામાં રહે તે મધ્યસ્થ: મધ્ય એટલે આત્મા. જેમ વર્તુળને મધ્યબિંદુ હોય છે, તેમ સર્વ પ્રવૃત્તિચક્રોનું કેન્દ્ર આત્મા છે. મધ્ય એવા આત્મામાં રહે તે મધ્યસ્થી તાત્પર્ય એ છે કે મહામધ્યસ્થ સર્વદા સ્વરૂપમાં જ રમે છે. કર્તુત્વ, ૧. પોડશક' ૧૩, શ્લોક ૧૦ની ટીકામાં જુઓ તસ્વસર ઉપેક્ષાનું વિશિષ્ટ વર્ણન. २. 'वंदिजमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ।।' (आवश्यक नियुक्ति.) - વશ કરેલા મનવડે રાગદ્વેષનો નાશ કરનારા ધીર મુનિવરો કોઈ વંદન કરે ત્યારે ઉત્કર્ષને ધરતા નથી અને કોઈ નિંદા કરે તો ગુસ્સે થતા નથી, કિન્તુ સદા સંયમમાં રમે છે.

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180