________________
માધ્યસ્થભાવના
૧૦૭ સ્વરૂપે શુદ્ધ આત્માને કદી પણ વિકૃત બનાવી શકતી નથી, શુદ્ધ ચાંદીમાં કોઈ છીપના ધર્મો કલ્પે તેટલા માત્રથી કાંઈ ચાંદી છીપરૂપ બની જતી નથી."
તાત્પર્ય કે અશુદ્ધ નયથી આત્મા બદ્ધ અને મુક્ત મનાય છે, શુદ્ધ નયથી તે બદ્ધ પણ નથી અને મુક્ત પણ નથી. આત્મા સર્વ અન્ય દ્રવ્યોથી અને તેમના પર્યાયોથી ભિન્ન છે, એ બતાવવા માટે ઉપરનું નિરૂપણ છે. આવી જાતની સમજણ વિના માધ્યચ્ય ટકતું નથી. “આત્મા પરથી ભિન્ન છે'. મનનાત્મક જ્ઞાનની મોક્ષમાર્ગમાં મુખ્યતા છે, એમ ‘માર્ગપરિશુદ્ધિ ગ્રંથમાં ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે.
જીવ અને કર્મના કથંચિત્ ભેદભેદઃ ઉપર જે વર્ણન કર્યું, તેમાં શુદ્ધ નિશ્ચયનયની પ્રધાનતા છે. સ્યાદ્વાદ શેલીએ જીવ અને કર્માદિનો કર્થચિત્ ભેદભેદ સંબંધ છે. સ્યાદ્વાદને જાણનાર પુરુષ કયા પ્રસંગોમાં ભેદ અને કયા પ્રસંગોમાં અભેદ માનવો તે જાણી શકે છે અને તેથી તે પરમ માધ્યથ્યને પામે છે. અવકાશના અભાવમાં અહીં આ વિષયની ચર્ચા શક્ય નથી.
પર્યાય દૃષ્ટિઃ ઉપર જે દૃષ્ટિ કહી તે દ્રવ્યદૃષ્ટિ છે. પર્યાયદષ્ટિથી પણ પ્રસંગોમાં મધ્યસ્થ બની શકાય છે. જ્યારે પોતાને સુખ મળ્યું હોય, કીર્તિ મળી હોય, અથવા બીજો કોઈ લાભ થયો હોય, ત્યારે અહંકાર આવી ન જાય તે માટે સર્વ પર્યાયો ક્ષણિક છે. એ ભાવના ઉપયોગી થાય છે. સર્વ પર્યાયો ક્ષણિક હોવાથી વર્તમાન સુખાદિ પર્યાય પણ ક્ષણિક છે. ક્ષણિક પર્યાયોમાં મોહ શા માટે ? એવી ભાવનાથી સમાધિ મળે છે. દુઃખ આવ્યું હોય ત્યારે પણ તે પર્યાયને
ક્ષણિક કલ્પવાથી સમાધિ મળે છે. વળી દ્રવ્ય પોતે પર્યાયથી અભિન્ન હોવાથી • આપણે જો આપણા આત્મપર્યાયને ઉત્તરોત્તર શુદ્ધ બનાવવાના પ્રયત્નો કરીએ,
૧. નાત્મનો વિકૃતિ તષા નન્જના | शुद्धस्य रजतस्थेव, शुक्तिधर्मप्रकल्पना ।।
(અધ્યાત્મસાર, આત્મવિનિશ્ચયાધિકાર ૧૧૮) ૨. જુઓ શ્લોક ૩૦૯-૧૦ ૩. બૌદ્ધો ચાર ભાવનાઓ માને છે. . સર્વ , સર્વ દુઃવમ્ ! ૨. સર્વ ક્ષ4િ, સર્વ ક્ષશિવમ્
૩. સર્વ શૂન્ય, સર્વ શૂન્યમ્ | ૪. સર્વ સ્વક્ષ, સર્વ ચક્ષણમ્ I તેમાંની આ બીજી ભાવના છે. આપણે તેને અનિત્યત્વ ભાવના કહીએ છીએ.