________________
૧૦૬
ધર્મબીજ સંસાર કલ્પના છે? આત્મા જો નિરંજન છે, તો પછી આ સંસાર શું છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેના સમાધાનમાં નિશ્ચયનય કહે છે કે, “સંસાર એ કલ્પના છે. જેમ સ્વપ્નમાં જોયેલા પદાર્થો જાગ્રત અવસ્થામાં દેખાતા નથી, તેમ વ્યવહારનયને ઇષ્ટ એવા આ ભવપ્રપંચને જ્ઞાનથી નિશ્ચયનયને જાણનારની દૃષ્ટિમાં સ્થાન નથી, મૃગજળમાં પાણી, સ્થાણુમાં પુરુષ, છીપમાં ચાંદી, દોરડામાં સર્પ અથવા આકાશમાં ગંધર્વનગરના જ્ઞાન જેવું “આ સંસાર છે એવું જ્ઞાન છે.
દેહમાં આત્મત્વની બુદ્ધિથી સંસારની કલ્પના જન્મે છે : દેહને આત્મા માન્યો એટલે તેના નિર્વાહ માટે સુખસગવડો ઊભી કરાય છે. સ્ત્રી, પુત્ર વગેરે પરિવારની રચના થાય છે અને એ રીતે સંસાર વિસ્તરતો જાય છે. જેને દેહમાં આત્મત્વની બુદ્ધિ જ નથી, તેની કોણ સ્ત્રી અને કોણ પુત્ર? જો દેહ પણ પોતાનો નથી, તો કોના બંગલા અને કોની મોટરો ?
આત્મા અમૂર્ત છે. આત્મા અમૂર્ત છે. જેને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, આકાર નથી, તે મૂર્ત શી રીતે હોઈ શકે ? આ આત્મા આંખથી દેખાતો નથી, વાણીથી બોલાતો નથી અને મનથી ચિંતવાતો નથી. ‘તે સ્વયં પ્રકાશ-ચિરૂપ છે. તો મૂર્ત શી રીતે હોય? અમૂર્ત એવા પણ આત્મામાં મૂર્તતાના ભ્રમથી જે વ્યવહાર કરે છે, તે જોઈને જ્ઞાનીને આશ્ચર્ય થાય છે.
આત્મા અકર્તા, અભોક્તા છે : નૈગમનય અને વ્યવહારનય આત્માને બાહ્યકર્મનો (પદ્ગલિક કર્મનો અથવા દોડવું વગેરે ચેષ્ટાઓનો) કર્તા અને કર્મ વિપાકનો ભોક્તા માને છે, ઋજુસૂત્રનય આત્માને રાગદ્વેષનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા માને છે, શબ્દનય આત્માને પોતાના શુદ્ધ ભાવોનો કર્તા અને ભોક્તા માને છે. જ્યારે શુદ્ધ સંગ્રહનય કહે છે કે આત્મા અકર્તા-અભોક્તા છે. સંગ્રહનયની આ માન્યતામાં સાંખ્યમાન્ય નિર્લેપ કૂટસ્થનિત્ય પુરુષ આવી જાય છે. સાંખ્યો પુરુષને તેવો માનીને મધ્યસ્થ બનવાના પ્રયત્નો કરે છે. આપણે પણ આ સંગ્રહદૃષ્ટિથી મધ્યસ્થ બની શકીએ છીએ. જેમ કાદવથી આકાશ લેપાતું નથી, તેમ આ નયના મતે આત્મા કર્મ કાદવથી કદી પણ લપાતો નથી.”
નૈગમાદિ નો ભલે આત્માને વિકૃત માને, પણ તેમની આ કલ્પના