________________
૧૧૦ -
' ધર્મબીજ અનુસરે છે. કોઈ પણ પ્રસંગને ઉચિત ન્યાય આપવા માટે આપણે સમર્થ બનીએ છીએ. અહત્વ, મમત્વ વગેરે સર્વ દુષ્ટ ભાવોને માધ્યશ્ય આપણાથી દૂર રાખે છે. રાગ અને દ્વેષ જેવા પ્રબળ શત્રુઓ પણ માધ્યશ્યથી ડરે છે. સુખ, દુઃખ વગેરે મધ્યસ્થને હેરાન કરી શકતાં નથી. માધ્યથ્ય ભાવનાથી પાપનો ક્ષય થાય છે, અને સત્ત્વ, શીલ તથા પ્રજ્ઞામાં વૃદ્ધિ થાય છે. મધ્યસ્થ જ સાચો ન્યાય તોલી શકે છે તથા સર્વને પ્રિય અને પૂજ્ય બને છે. માધ્યશ્મભાવના એ કર્મનિર્જરા માટેનું અમોઘ શાસ્ત્ર છે. જિનપ્રવચન માધ્યસ્થ (અનેકાંત) રૂપ હોવાથી જેમ જેમ આપણે માધ્યશ્મભાવનામાં આગળ વધીએ છીએ, તેમ તેમ તે પ્રવચનનાં રહસ્યો આપણા માટે ખુલ્લાં થઈ જાય છે. મધ્યસ્થને ઇંદ્રિયજય, સમ્યત્વ, શાંતિ, માદેવ, આર્જવ, સંતોષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મલબોધ, જનપ્રિયત્વ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, મૈત્રી, પ્રમોદ, કરુણા વગેરે સર્વ ગુણો સ્વયમેવ વરે છે.
યોગનાં આઠ અંગોમાં ત્રીજું અંગ આસન છે. દવાનાદિમાં વિકાસ સાધવા માટે આસનનો જય બહુ જ આવશ્યક છે. માધ્યચ્ય ન હોય તો એક આસને બેઠા પછી જીવને સ્થિરતા પ્રાપ્ત થતી નથી, તેનું મન અન્યત્ર ભટકે છે અને પરિણામે તે આસન જ કરી શકતો નથી. મધ્યસ્થ પુરુષ અલિપ્ત હોવાના કારણે સ્થિર બેસી શકે છે. તાત્પર્ય કે માધ્યશ્યને આસનજય સહજ બને છે.
૯. શુભેચ્છા ઃ જિનપૂજા વગેરે દ્રવ્યસ્તવમાં થતી હિંસાને પણ અપેક્ષાએ અહિંસા કહેનાર અને નિહન્તોની અહિંસાને પણ અપેક્ષાએ હિંસા તરીકે ઓળખાવનાર મહામધ્યસ્થ એવું જિનપ્રવચન અતિ ગંભીર છે. અતિગહન એવા આ જિનપ્રવચનમાં પણ માધ્યશ્મનો (અનેકાંતવાદ વગેરેનો) વિષય અતિ ગૂઢ છે. સર્વ ભવ્ય જીવો જિનવચનોમાં રહેલા ગૂઢતમ માધ્યથ્યને પામીને પરમમધ્યસ્થ (અરિહંત, સિદ્ધ વગેરે) બનો, એ જ શુભેચ્છા.
માધ્યશ્યને નમસ્કાર
૧. ચિનોક્ત તત્ત્વોનો આલાપ કરનારાઓની.