Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 135
________________ ૯૮ ' ધર્મબીજ નયજ્ઞાનનો વિસ્તાર ખૂબ જ હતો, કારણ કે તે કાળે તેને ધારણ કરનારા પૂર્વવિદ્ આચાર્યો હતા, આજે તે જ્ઞાન પરિમિત છે અને જેટલું જ્ઞાન રહ્યું છે તેનાં અવગાહનથી શ્રી જિનશાસનનાં રહસ્યોને પામેલા પુરુષો પણ અત્યંત અલ્પ સંખ્યામાં છે. આ માધ્યશ્યના એક પણ બિંદુના આસ્વાદથી જીવન ધન્ય બની જાય છે. આ મહામાધ્યથ્ય અનેકાંતન્ન, શમ, દમ વગેરે ગુણોથી યુક્ત એવા ગુરુની નિશ્રામાં સિદ્ધ થઈ શકે તેમ છે. અનેકાંતવાદ શું છે ? નયો શું છે? ભંગો શું છે ? વગેરેને સમજાવવાનું આ સ્થાન નથી. જિજ્ઞાસુએ તે માટે યોગ્ય ગુરુનું અવલંબન લેવું જોઈએ, પ્રસ્તુતમાં તો આ માધ્યશ્યનું જ થોડું વર્ણન કરીશું. આ મહામાધ્યચ્ય વિના વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય સંભવતો જ નથી. આ મહામાયથ્ય ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, વિધિ અને નિષેધ, જ્ઞાન અને ક્રિયા વગેરે સર્વ જોડકાંઓમાં સાપેક્ષતાને ધારણ કરે છે. તે આગમિક પદાર્થોનો જિનાજ્ઞાના આધારે અને યુક્તિગમ્ય પદાર્થોનો યુક્તિથી (તર્કથી) નિર્ણય કરે છે. તે અન્ય દર્શનના સર્વ પદાર્થોનો સ્વદર્શનમાં સમવતાર કરી શકે છે. જેમ પરાર્ધમાં શત, સહસ્ત્ર વગેરે આવી જાય, સમુદ્રના દર્શનમાં જળ, જળચરાદિનું દર્શન થઈ જાય, તેમ જૈન આગમોક્ત ભાવોમાં અન્ય દર્શનીય આગમોક્ત ભાવો સમાઈ જાય છે. બૌદ્ધદર્શનોક્ત સર્વપદાર્થને ન્યાય આપવા શ્રી જેનાગમનો એકલો ઋજુ સૂત્રનય બસ છે. વેદાંતમત અને સાંખ્યમતરૂપ નદીઓ સંગ્રહાયરૂપ મહાનદીમાં સમાઈ જાય છે, ન્યાયદર્શન અને વૈશેષિકદર્શનને નૈગમન સંગ્રહી લે છે અને શબ્દ બ્રહ્મને માનનારી વૈયાકરણદૃષ્ટિ શબ્દનયનું જ એક અંગ છે. મહાન્યાયાધીશ અથવા મહાપિતા ઃ આ મહામાધ્યશ્યને ધારણ કરનાર મહામુનિ મહાન્યાયાધીશ કે મહાપિતાની ઉપમા આપી શકાય. જેમ ન્યાયાધીશ કોઈ પ્રત્યે પણ પક્ષપાત વિનાની ન્યાયદષ્ટિને અનુસરે છે, તેમ આ મહાન્યાયાધીશ ભિન્ન ભિન્ન નયરૂપ વાદી પ્રતિવાદીઓ તરફ પક્ષપાતરાહત, સર્વને હિતકર અને સ્યાદ્વાદરૂપ અમૃતથી આર્ટ એવી ન્યાયદૃષ્ટિને ધારણ કરે છે. જેમ પિતા પોતાના સર્વ પુત્રોને પ્રેમથી નિહાળે છે, તેમ આ મહાપિતા સર્વ નયો પ્રત્યે વાત્સલ્યને ધારણ કરે છે. તે પોતાના નયપુત્રોને કહે છે, ‘તમે બધા પોતપોતાના

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180