________________
ધર્મબીજ સર્વાર્થસિદ્ધ' વિમાનમાં રહેલા એકાવતારી મહાત્માઓ આ વિશ્વના સર્વશ્રેષ્ઠ વૈષયિક સુખમાં સ્વાભાવિક મધ્યસ્થતાને ધારણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. જૈન શાસન ધન્ના, શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે સુખવિષયક-માધ્યશ્મધારી અનેક મહાપુરુષોનાં દષ્ટાંતોથી શોભી રહ્યું છે.
દુઃખવિષયક માધ્યથ્યની સાક્ષાત્ મૂર્તિ શ્રમણ ભગવાન મહાવીરદેવ હતા. સાડા બાર વર્ષ ઉપરાંત એક પખવાડિયા જેટલા સાધનાકાળમાં તેમણે વિવિધ જાતિના અનેકાનેક પરીષણો અને ઉપસર્ગોને આ માધ્યશ્થથી સહન કરી લીધા હતા. ગજસુકુમાલી, અંધકમુનિ, અંધકસૂરિના પાંચસો શિષ્યો વગેરે અનેક મહાત્માઓએ પણ દુઃખવિષયક માધ્યશ્યથી આ શાસનને ઉજ્વળ બનાવ્યું છે.
અહીં એટલું અવશ્ય સમજી લેવું જોઈએ કે સુખવિષયક પ્રકૃષ્ટ માધ્યથ્ય અત્યંત દુર્લભ છે. “યોગદષ્ટિ સમુચ્ચય' વગેરેમાં કહેલી પ્રથમ છે દૃષ્ટિઓમાંથી પસાર થઈ ગયા પછી તે આવે છે. બાળજીવો પોતાની યોગ્યતાનો શાસ્ત્રદષ્ટિએ વિચાર ક્યૂ વિના “આવું માધ્યશ્ય મને પ્રાપ્ત થઈ ગયું છે,' એમ માની બેસે તો તે તેમનો ભ્રમ છે. આ ભ્રમ અધતન ભૂમિકા તરફ લઈ જનારો હોવાથી તેનાથી બચવું, એ પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે.
(૭) ગુણવિષયક માધ્યશ્યઃ સુખવિષયક માધ્યશ્યના પુનઃ પુનઃ અભ્યાસથી ગુણવિષયક માધ્યથ્ય ઉત્પન્ન થાય છે. અહીં ગુણ એટલે “સંયમ' અને ‘તપથી ઉત્પન્ન થતી આકાશગામિની વિદ્યા વગેરે લબ્ધિઓ સમજવી. જેમ ૧. ચિનોક્ત લોકસ્વરૂપ મુજબ લોકના સર્વોપરી ભાગ ઉપર સિદ્ધશિલા (મુક્ત જીવોનું
અધિષ્ઠાન) છે. તેના નીચે પાંચ વિશાળ દેવવિમાનો છે. તેમને અનુત્તર દેવવિમાનો કહેવામાં આવે છે. ત્યાં સર્વશ્રેષ્ઠ દેવતાઈ સુખ હોય છે. આ પાંચ વિમાનોમાં વચલા વિમાનનું નામ સર્વાર્થ સિદ્ધવિમાન છે. આ વિમાનમાં દેવો ફક્ત એક મનુષ્યનો ભવ કરી મોક્ષને પામે
૨. આ મહાપુરુષનાં જીવનચરિત્રો મનનીય છે. ૩. ગજસુકુમાલ-ધ્યાનસ્થ આ મહામુનિના મસ્તક પર ધખધખતા અંગારા ભરવા છતાં,
અંધકમુનિને વિના વાંકે શરીરની ચામડી ઉતારવામાં આવી છતાં, અને ખંધકસૂરિના પાંચસો શિષ્યોને દુષ્ટ રાજમંત્રીએ ઘાણીમાં પીલવા છતાં, તે તે પીડાઓને સમભાવપૂર્વક સહન કરીને
તે સર્વે નિર્વાણને પામ્યા. ૪. લબ્ધિ = યોગવિભૂતિ.