Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 139
________________ ૧૦૨ ધર્મબીજ મધ્યસ્થ પરમ હિતકારી એવી મધ્યસ્થ દૃષ્ટિને ધારણ કરે છે. અન્ય દેવતાઓની પૂજામાં પણ તે શ્રી વીતરાગ ભગવંતની પૂજાની યોગ્યતાને જુએ છે. તેને સર્વ સદાચારો, કુલધર્મો, સારા રીતરિવાજો વગેરે જીવોને શ્રી વીતરાગ ભગવંત પ્રણીત ધર્મ પ્રત્યે લઈ જનારાં દેખાય છે. નિષ્કામભાવ ઃ મહામધ્યસ્થ અનુષ્ઠાનનાં ફળો પ્રત્યે પણ મધ્યસ્થ હોય છે. તે નિષ્કામભાવે સદનુષ્ઠાની સાધના કરે છે. તેમાં સર્વ અનુષ્ઠાનોમાં કર્મક્ષય કે આજ્ઞાપાલનનું ધ્યેય હોય છે. પરદર્શનોક્ત ઈશ્વરાર્પણ જૈન દર્શનમાં આ રીતે ઘટાવી શકાય. કર્મક્ષયને ઉદ્દેશીને થતું અનુષ્ઠાન શ્રી સિદ્ધભગવંતરૂપ ઈશ્વરને અર્પણ થાય છે અને આજ્ઞાપાલન નિમિત્તે કરાતું અનુષ્ઠાન શ્રી અરિહંતભગવંતરૂપ પરમેશ્વરને અર્પણ થાય છે. ઈશ્વરાર્પણ એટલે નિષ્કામભાવ. પ્રત્યેક અનુષ્ઠાનમાં મહામધ્યસ્થના ચિત્તરત્નમાં (સ્મરણાદિરૂપે) પરમમધ્યસ્થ શ્રી તીર્થકર ભગવંતનું અધિષ્ઠાન હોય છે અને તેથી તેને સર્વત્ર માધ્યસ્થની સિદ્ધિ થાય છે. જિન પ્રવચનનું લક્ષ્ય માધ્યસ્થ ઃ વિચાર કરતાં જણાય છે કે શ્રી જિનપ્રવચન એ માધ્યય્યરસથી છલોછલ ભરેલું છે, કારણ કે તે પરમમધ્યસ્થ એવા શ્રી જિનેશ્વરદેવોનું સર્જન છે. શ્રી જિનપ્રવચનનું પ્રત્યેક અંગ સાધકને આ મહામાધ્યથ્ય તરફ લઈ જવા જાણે મથી રહ્યું ન હોય. કર્મસાહિત્યઃ જેમ નયો વગેરેનું ચિંતન માધ્યશ્યનું કારણ છે, તેમ ન હતી. તેથી તેણે વડની નીચેની બધી વનસ્પતિ બળદને ચરાવવા માંડી, તેમાં સંજીવિની ખાવામાં આવવાથી તે બળદ ફરીથી મનુષ્ય થયો. (જ્ઞાનસાર સ્વોપજ્ઞ ટબાના ભાષાર્થના સંપાદક પં. ભગવાનદાસ હરખચંદે લખેલી ટિપ્પણીના આધારે) સર્વ દેવતાઓને સમાન માની તે દરેકને નમનારા કેટલાક લોકો હોય છે. તેઓ જેમ અન્ય દેવતાઓને નમે છે, તેમ શ્રી વીતરાગ (જિનેશ્વર) ભગવંતને પણ નમે છે, પ્રસ્તુતમાં સંજીવનીના સ્થાને તેવાઓએ શ્રી વીતરાગ પરમાત્માને કરેલા નમસ્કાર સમજવો. તેવાઓ અન્ય દેવતાઓને નમે છે, તો પણ મહામધ્યસ્થને તેઓ પ્રત્યે અરુચિ થતી નથી. કારણ કે તે જાણે છે કે શ્રી જિનેશ્વર ભગવંતને કરાયેલનમસ્કાર સંજીવની તેમને અવશ્ય ઉપર લાવશે. ૧. નિષ્કામભાવે = ફળની આશંસા વિના. કાર્યના ફળની આશંસા એ સંસારવૃદ્ધિનું મૂળ કારણ

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180