________________
કરુણાભાવના
- ૬૯ પ્રવૃત્તિ તે સ્વાત્મ વિષયક કરુણા છે. બીજાઓનાં દુઃખ દૂર થાઓ' ઇત્યાદિ ભાવના તે પરાત્મવિષયક કરુણા છે. પ્રસ્તુતમાં એટલું લક્ષમાં રાખવું જોઈએ કે પોતાનાં વર્તમાન દુઃખમાંથી નાસી છૂટવાની ચિંતા એ કરુણા નથી, કિન્તુ મોહ છે, આર્તધ્યાનરૂપ છે. આગામી દુઃખોમાંથી બચવા માટેની વિચારણા એ સાચો વિવેક છે અને તે ધર્મધ્યાનરૂપ છે.
૮. નૈક્ષયિક અને વ્યાવહારિક કરુણા : આત્માનો કરૂણારૂપ જે શુદ્ધ અધ્યવસાય તે નૈઋયિકકરુણા છે અને અન્નદાન વગેરેની પ્રવૃત્તિ તે વ્યાવહારિક કરુણા છે. આ બંને પ્રકારની કરુણા એક બીજાને ઉત્પન્ન કરે છે, અર્થાત્ ક્યારેક અધ્યવસાયો પ્રથમ ઉત્પન્ન થઈને તદનુકૂલ પ્રવૃત્તિ કરાવે છે, અથવા ક્યારેક પ્રથમ અન્નદાનાદિ પ્રવૃત્તિના બળે શુભ અધ્યવસાયો જાગે છે. આ દૃષ્ટિએ બાળકમાં નાનપણથી જ દાન વગેરેનાં સંસ્કારો પાડવા જોઈએ, કે જેથી ભવિષ્યમાં તેનું જીવન ધર્મમય બને.
૯. ચાર પ્રકારનાં દાનઃ શ્રી જિનપ્રવચનમાં ચાર પ્રકારનું પણ દાન કહેવામાં આવ્યું છે. અભયદાન, જ્ઞાનદાન, ધર્મોપરંભદાન અને અનુકંપાદાન. તેમાં જીવો પ્રત્યે દયાભાવ રાખવો તે અભયદાન છે. આ અભયદાનનું મુખ્ય અંગ અહિંસા છે. પારમાર્થિક જ્ઞાન આપવું તે જ્ઞાનદાન છે. મુમુક્ષુ આત્માઓને ઉપકારી થાય તેવા આહારાદિનું દાન કરવું તે ધર્મોપષ્ટભદાન છે. ઉપખંભ એટલે ટેકો, આધાર, વગેરે સાધુ મહાત્માઓને આહારાદિનું દાન કરવાથી તેમને સંયમમાં ટેકો મળે છે અને આપણે ઉપખંભદાન રૂપ ધર્મને સાધીએ છીએ. મુનિઓને શરીર સંયમનું સાધન છે અને શરીર છે ત્યાં સુધી આહારાદિની આવશ્યકતા ઊભી રહેવાની. તાત્પર્ય કે નિર્દોષ આહારાદિ સંયમની સાધનામાં ઉપખંભ છે. સંયમની અનુમોદનામાંથી ઉપખંભ દાનનો ભાવ જન્મે છે અને તે • 'દાન મહાન લાભનું કારણ બને છે. દીન દુઃખીને સહાય કરવા નિમિત્તે જે કંઈ દાન કરાય તે અનુકંપાદાન છે. આ દાન અનુકંપા બુદ્ધિથી દીનાદિને અપાય છે, એમાં પાત્રાપાત્રની વિચારણાને સ્થાન નથી. દીક્ષા લેવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં શ્રી તીર્થકર ભગવંતો પણ એક વર્ષ સુધી સતત નિયમિત દાન આપે છે, તેમાં પાત્ર-અપાત્રનો વિચાર કરતા નથી, પરંતુ જે માગવા આવે તે સર્વને આપે છે. આ ચાર પ્રકારનાં દાનથી પરંપરાઓ ક્રમશઃ ક્ષાયિકદર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો પ્રાદુર્ભાવ થાય છે. અભયદાનથી આત્માને ૧. દર્શન એટલે સભ્યશ્રદ્ધા. તેનાં અવારક નિમિત્તો સર્વથા સમૂલ નાશ થવાથી પ્રગટેલી
સમ્યગશ્રદ્ધા તે ક્ષાયિક દર્શન છે.