________________
કરુણાભાવના
૭૫
પરિપૂર્ણ એવા માતૃગર્ભમાં પ્રવેશ કરવો પડશે', ઇત્યાદિ વિચારોથી તેમને શૂળી કરતાં પણ અધિક વેદના થાય છે. દેવતાઓમાં પણ ઈર્ષ્યા, પરસ્પર કલહ વગેરે ચાલુ જ હોય છે. દેવતાને જે કાંઈ સુખ છે, તે મધુલિસ ખડ્ગધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. પગની નસમાં સોજો આવી ગયો હોય ત્યારે કોઈ માલિશ કરે તો સુખ લાગે છે, કિન્તુ તે સુખ તત્ત્વતઃ સુખ નથી, દુ:ખનો પ્રતિકાર માત્ર છે. આવું જ સુખ દેવતાઓનું હોય છે. સંસારમાં હેલાં અનેક દુઃખોનો તે અનિત્ય પ્રતિકાર માત્ર છે.
જીવને આ સંસારમાં જે કાંઈ સુખ લાગે છે, તે કેવળ ઉપર્યુક્ત દુઃખોનું અને તે દૂર કરવાનાં સાધનોનું યથાર્થ જ્ઞાન સમ્યગ્દષ્ટ આત્માને જ હોય છે, તેથી તેની કરુણા એ જ તાત્ત્વિક કરુણા છે.
દુઃખ સ્વરૂપ સંસારનું અવલોકન કર્યા પછી સમ્યગ્દષ્ટિ જીવ આ પ્રમાણે વિચારે છે.
દુઃખરૂપ જલથી પરિપૂર્ણ એવા આ ભાવસમુદ્રના પારને સર્વ જીવો પામો અને જ્યાં જન્મ નથી, રોગ નથી, ભય નથી, શોક નથી, કોઈ પણ અન્ય વ્યાબાધા નથી, નિરંતર અનુપમ એવું સુખ જ છે, તે મોક્ષ સર્વ જીવોને પ્રાપ્ત થાઓ.
૧૪. ‘યોગબિંદુ’માં વરબોધિસમ્યગ્દષ્ટિની કરુણા ભાવના : મોહાન્યારાદને, સંસારે દુ:રિવતા વત ।
सत्त्वा: परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् धर्मतेजसि ।।२८५।।
‘ખેદની વાત છે કે ધર્મનો પ્રકાશ વિદ્યમાન હોવા છતાં જીવાત્માઓ મોહના અંધકાર વડે ગહન એવા સંસારમાં દુઃખી બનીને પરિભ્રમણ કરી રહ્યા છે!’’
अहमेतान् अत: कृच्छ्राद्, यथायोगं कथंचन । અનનોત્તારયામીતિ, વરોધિસમન્વિત: -।।૨૮૬।।
‘હું આ સર્વ જીવોને કોઈ પણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગારું' એમ શ્રેષ્ઠબોધિથી (સમ્યગ્દર્શનથી) યુક્ત મહાત્મા વિચારે છે.