________________
૯૦ -
ધર્મબીજ અને “સ્થ' એટલે રહેલો. એમ એ ત્રણ શબ્દોના અર્થને આ પ્રમાણે ઘટાવી શકાય –
(૧) સાંસારિક પ્રવૃત્તિઓ તે સમુદ્ર છે. જેમ સમુદ્રથી દૂર રહેલા પર્વત પર બેસીને કોઈ સમુદ્રને જુએ, તેમ સંસાર-સમુદ્રથી દૂર રહેલા અને સિદ્ધશિલા પર વિરાજમાન શ્રી સિદ્ધભગવંતો આ સંસારને જુએ છે, તેથી તેઓ પરમ ઉદાસીન છે.
(૨) જેમ સમુદ્રના કિનારે રહેલો માણસ સમુદ્રને જુએ, તેમ ભવસ્થ વીતરાગ ભગવંતો સંસાર સમુદ્રના કિનારે સંસારને જોનારા હોવાથી પરમ તટસ્થ છે. અને (૩) જેમ સમુદ્રના મધ્યભાગમાં રહેલી નૌકામાં બેઠેલો માણસ સમુદ્રને જુએ, તેમ સંયમરૂપ ભાવનૌકામાં બેસીને સંસાર તરફ જોનારા અપ્રમત્તાદિ મહામુનિઓ પરમ મધ્યસ્થ છે.
બીજી રીતે વિચારીએ તો સાંસારિક પ્રવૃત્તિઓ કરવા છતાં પણ અંતરથી : અલિપ્ત રહેનારો તે મધ્યસ્થ, અમુક કાળમાં સાંસારિક પ્રવૃત્તિઓ કરે, અમુક કાળમાં તેથી દૂર રહે અને તે બન્ને અવસ્થાઓમાં અંતરથી અલિપ્ત રહે તે તટસ્થ અને કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ ન કરતાં અંતરથી અલિપ્ત રહેનાર તે ઉદાસીન ગણાય. આ અપેક્ષાએ વિચાર કરતાં સમ્યગ્દષ્ટિને મધ્યસ્થ, દેશવિરતને તટસ્થ અને સર્વવિરતને ઉદાસીન કહી શકાય.
આ તો તે તે શબ્દોની વ્યુત્પત્તિ તરફ નજર રાખીને કરેલી એક વિચારણા છે, તત્ત્વથી તો ઉપરના ત્રણે શબ્દો સમાન અર્થવાળા છે.
૪. માધ્યશ્યના પ્રકારો : માધ્યસ્થ નવ પ્રકારનું છે : (૧) અતિપાપી-વિષયક, (૨) અહિતવિષયક, (૩) અકાલવિષયક, (૪) અપમાન વિષયક, (૫) સાંસારિક સુખ વિષયક, (૬) દુઃખવિષયક, (૭) ગુણવિષયક, (૮) મોક્ષવિષયક, અને (૯) સર્વવિષયક.
(૧) અતિપાપીવિષયક માધ્યશ્ય ઃ જેઓ કુગુરુઓના ઉપદેશથી ખોટે માર્ગે ચઢી ગયા છે, જેમને મિથ્યાદર્શન અને અજ્ઞાનનો તીવ્ર ઉદય છે,
૧. મિથ્યાદર્શન-અતત્ત્વને તત્વ માનવું અને તત્ત્વને અતત્ત્વ માનવું, હેયને ઉપાદેય માનવું અને
ઉપાદેયને હેય માનવું વગેરે.