________________
માધ્યસ્થભાવના
૯૧
હિતોપદેશ સાંભળ્યા પછી જેમને સત્ય તરફ દ્વેષ છે, જેઓ ગ્રહણ, ધારણ વગેરે બુદ્ધિના ગુણોથી રહિત છે. જેઓ અભક્ષ્યભક્ષણ, અપેયપાન, અગમ્યગમન, મુનિઘાત વગેરે ક્રૂર કર્મોમાં કંપ વિનાના છે, જેઓ વીતરાગ, સદ્ગુરુ અને સદ્ધર્મના નિંદક છે, જેઓ સદોષ એવા પોતાના આત્માની પ્રશંસામાં મગ્ન છે, અને જેમ મુદ્ગપાષાણ` પર પુષ્કરાવર્તમેઘ નિષ્ફળ નીવડે તેમ જેમના પર વરસાવેલી સદુપદેશની પ્રચંડ વર્ષા નિષ્ફળ બની જાય છે, એવા અતિ પાપી, ભારે કર્મી, દોષપંકનિમગ્ન અને અવિનીત આત્માઓના દોષો તરફ ઉપેક્ષા તે અતિપાપી વિષયક માધ્યસ્થ્ય છે. (આ માધ્યસ્થ્ય વ્યવહારનયનું છે. નિશ્ચયનયનું માધ્યસ્થ્ય ‘સર્વવિષયક' માધ્યસ્થ્યમાં કહેવાશે.)
અહીં એ લક્ષ્યમાં રાખવું જોઈએ કે જે દોષોનો પ્રતિકાર (દૂર કરવું) શક્ય છે તે દોષો તરફ ઉપેક્ષા એ માધ્યસ્થ્ય નથી, પણ જે દોષોને દૂર કરી શકાય તેમ નથી, તેની ઉપેક્ષા તે માધ્યસ્થ્ય છે.
ક્રોધ ન કરો : વિશ્વમાં કેટલાક આત્માઓ શિકાર વગેરે મહાહિંસા કરીને આનંદ માની રહ્યા છે, કેટલાકને અસત્ય બોલીને બીજાને છેતરવામાં
૧.
‘શુશ્રુષાં’' શ્રવળ' વૈવ, પ્રાંને ધારાં' તથા। હા` પોહોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાનં ૬ ધીમુળા: ||
(૧) શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા, (૨) શાસ્ત્ર સાંભળવું, (૩) ગ્રહણ કરવુંસમજવું, (૪) ધારી રાખવું, (૫) ધારેલા વિષયના સમર્થનમાં તર્ક અને દૃષ્ટાંત વિચારવા, (૬) સાંભળેલ, ગ્રહણ કરેલ અને ધારેલ પદાર્થને જેવો છે, તેવો ન માનીએ તો કયા દોષો આવે વગેરે તર્કો અને દૃષ્ટાંતોથી વિશેષ વિચારવું, (૭) અર્થના વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ અને (૮) ‘આ વસ્તુ આવી જ છે.’ એવો નિશ્ચયાત્મક બોધ. એ બુદ્ધિના આઠ ગુણો છે.
૨. શાસ્રદષ્ટિએ માંસ, કંદમૂળ, અન્યાયોપાર્જિત વગેરે પદાર્થો ન ભોગવવા યોગ્ય છે, તે પદાર્થોને ભોગવવા તે અભક્ષ્યભક્ષણ છે.
૩. શાસ્રષ્ટિએ મદિરા વગેરે નહિ પીવા યોગ્ય પીણાંને પીવાં તે અપેયપાન કહેવાય
૪. પરસ્ત્રી વગેરે નહિ ભોગવવા યોગ્યને ભોગવવું તે અગમ્યગમન છે.
૫. એક જાતિનો નાનો પણ અતિ કઠિન પાષાણ.
૬. શાસ્ત્રકારોએ માનેલા બાર પ્રકારના મેઘો પૈકી એક પુષ્કરાવર્ત નામનો મેઘ. તેની વર્ષા અતિપ્રચંડ હોય છે.