________________
કરુણાભાવના
વગેરે શ્રેષ્ઠ ઉપમાઓ પ્રાપ્ત થાય છે.
૭૩
૧૨. સ્વાત્મવિષયક કરુણાનું મહત્ત્વ : સ્વાત્મ વિષયક કરુણા (જેની વ્યાખ્યા પૂર્વે બતાવવામાં આવી તે) જીવને ધર્મમાર્ગમાં આગળ વધવા માટે અપૂર્વ ઉત્સાહ તથા બળ આપે છે અને સાધનામાં આવતા ઉપસર્ગો અને પરીષહોને ઉત્સવરૂપ બનાવે છે. આ જ કરુણા ગ્રંથિભેદનું મુખ્ય સાધન છે'. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જ જ્યારે આ કરુણા શમાદિ ગુણોથી યુક્ત બને છે ત્યારે તે શુભપરિણામોની (આત્માના શુભ અધ્યવસાયોની) અભિવૃદ્ધિમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે.
૧૩. કરુણા ભાવનાનું નિમિત્ત દુઃખ છે, તે અંગે સમ્યગ્દષ્ટિ આત્માની વિચારણા : કરુણા ભાવનાનું નિમિત્ત દુઃખ છે, તેથી કરુણા ભાવનાના અભ્યાસીને સંસારમાં રહેલાં દુઃખોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા તે દુઃખોની વિચારણા નીચે મુજબ કરે છે
-
‘આ સંસાર જન્મ, વ્યાધિ, રોગ, શોક, જરા, મૃત્યુ, વગેરે અનેક દુઃખોથી ભરપૂર છે. ચાર ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં એમાંનું કોઈ પણ દુઃખ ન હોય.’
‘નરકગતિ’માં વેદનાનો પાર નથી. અહીં કરતાં અનંતગુણી ઉષ્ણતા
=
મહાનિર્યામક = નિર્યામક એટલે સ્ટીમરનો કૅપ્ટન, જેમ કૅપ્ટન સ્ટીમરને સમુદ્રના કિનારે પહોંચાડે છે, તેમ આ ભવસમુદ્રમાં જીવોને ધર્મરૂપ સ્ટીમરોમાં બેસાડીને મોક્ષરૂપ કિનારે પહોંચાડનાર હોવાથી શ્રી તીર્થંકરો મહાનિર્યામક કહેવાય છે.
મહાસાર્થવાહ = પૂર્વના કાળમાં વેપાર વગેરેના અર્થે મોટા મોટા સાર્થો (કાફલાઓ) નીકળતા. સાર્થવાહ એટલે સાથેનો આગેવાન. સાર્થવાહ સાથેના પ્રત્યેક ઘટકની કાળજી રાખે તેમ ધર્મી જીવોના સાર્થને શ્રી તીર્થંકર ભગવંતો સંભાળતા હોવાથી તેઓ મહાસાર્થવાહ કહેવાય છે.
૧. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં પહેલાં જીવ રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરે છે. તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે.
૨. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ ચાર ગતિઓ છે.
૩. જૈન શાસ્ત્રોમાં સાત નરકોનું વર્ણન છે, વૈદિક સંપ્રદાયમાં પણ સાત નરકની માન્યતા છે. બૌદ્ધ ધર્મમાં આઠ નરકો માનવામાં આવ્યાં છે. અંગ્રેજી સાહિત્યમાં પણ અત્યંત દુ:ખદાયી સ્થાન માટે Hell (નરક) શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.