________________
કરુણાભાવના વૃત્તિ દુઃખો નાશ પામો,' એવી ઇચ્છા પ્રગટાવવી જોઈએ. આ ઇચ્છાના બળથી આપણા દુઃખમાં હેતુભૂત અન્યને અપકાર કરવાની આપણી મલિન ચિત્તવૃત્તિઓ અને ક્રોધાદિ પણ શમી જાય છે.
નથી, એટલું જ ચાહું છું કે “સમસ્ત પ્રાણીઓમાં જે દુઃખ પીડા છે, તે મને પ્રાપ્ત થાઓ ! જેથી તેઓ દુ:ખ રહિત થાય', તાત્પર્ય કે તેઓ સુખી થાય એ જ મારું સુખ છે.
સ્કંદપુરાણ”ના “રેવાખંડમાં ‘મહાત્મા આપૌંબરનો પ્રસંગ છે. તેમાં બે માછલીઓને બચાવવાની ઇચ્છાથી તેઓ કહે છે –
'दृ:खितानीह भूतानि, यो न भूतैः पृथग्विधैः ।
केवलात्मसुखेच्छातोऽवेन्नृशंसतरोऽस्ति क: ? ।।' કેવળ પોતાના સુખને ઇચ્છતો જે બીજા ભિન્ન પ્રકારના સ્વભાવના) ભૂતો દ્વારા દુઃખથી પીડાતાં પ્રાણીઓનું રક્ષણ કરતો નથી તેનાથી વધારે ક્રૂર બીજો કોણ છે?”
‘શે 7 મે ચાતુપાયો હિ એનાઉં ટુકવિતાત્મનામ્ |
બના: પ્રવિર મૂતાનાં માં સર્વ: મુ' મારા માટે એવો કયો ઉપાય છે કે જેથી હું દુઃખિત ચિત્તવાળાં સર્વ પ્રાણીઓની અંદર પ્રવેશ કરીને એકલો જ એ બધાં દુઃખો ભોગવનારો થાઉં ?'
'दृष्ट्वा तान् कृपणान् व्यङ्गाननङ्गान् रोगिणस्तथा ।
નાચતે ય સ રક્ષ કૃતિ મે મતિ: ” “તેઓને દરિદ્ર-કૃપણ, વિક્લ અંગવાળા, અંગહીન તથા રોગી જોઈને જેના હૃદયમાં દયા ઉત્પન્ન થતી નથી, તે મનુષ્ય નહિ પણ) રાક્ષસ છે, એમ મને લાગે છે.
(ઉપર “રંતિદેવ અને આપસ્તંબના પ્રસંગોમાં જે કરૂણા બતાવી છે, તે જૈન દૃષ્ટિએ સર્વથા ઉચિત નથી, કારણ કે એક જ જીવ પોતાના દેહ વડે આ વિશ્વનાં સમસ્ત પ્રાણીઓનાં દુઃખ ભોગવે એ શક્ય નથી, અશક્ય કલ્પના છે, છતાં પણ તેઓનો તે પ્રકારનો કરુણાભાવ ઉદાત્ત છે, એ જ અહીં કહેવાનું છે.)
વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે’, એ શબ્દોમાં પણ કરુણાભાવનાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
ઈશુએ દુનિયાનું દુઃખ દૂર કરવાને માટે જ અવતાર લીધો હતો એ ખ્રિસ્તી ધર્મની માન્યતામાં પણ, દુઃખી પ્રાણીઓનાં દુઃખ દૂર કરવાં જોઈએ એવી કરુણાભાવના વ્યક્ત થાય છે.
‘જરથુષ્ટ્ર ધર્મમાં પણ કોઈ પ્રાણી પ્રત્યે ગુનો કર્યો હોય તો તેણે તેની માફી માગવાનો વિધિ છે, એ પણ કોઈ પણ પ્રાણીને દુઃખી ન કરવો’ એવી ભાવનાનો સ્વીકાર છે.
ઇસ્લામ, બૌદ્ધ, યહૂદી વગેરે ધર્મોમાં પણ કરુણાભાવનાને પાયામાં સ્થાન છે.