________________
કરુણાભાવના વધારી શકાતું નથી અને મરણ આવ્યા વિના રહેતું નથી, જ્યારે મરણ સામે દેખાય છે અને તે વખતે જેના સંયોગમાં પોતે ખૂબ ખૂબ રાગ કેળવ્યો છે, એવાં ઘન, પુત્ર, સ્ત્રી વગેરેનો વિયોગ પણ સામે આવીને ઊભો રહે છે, ત્યારે તે મરણ અને ધનાદિપદાર્થોના વિયોગનો વિચાર જીવને બહુ જ પીડા આપે છે. આવી પીડાને અનુભવનારાં પ્રાણીઓને જિનવચનામૃત પ્રાપ્ત થાઓ, તે અમૃત દ્વારા તેઓ અજર અમર બનો," વગેરે કરુણા મારણાનિક પીડાને અનુભવનારાઓ પ્રત્યે કરી શકાય.
૪. કરુણાના પ્રકારોઃ કરુણાના લૌકિક અને લોકોત્તર, સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક, વ્યાવહારિક અને નૈશ્ચયિક એમ બે બે પ્રકારો પાડી શકાય.
૫. લૌકિક કરુણા ઃ લૌકિક કરુણાના પણ મોહજન્ય અને દુઃખિત-દર્શનજન્ય એમ બે વિભાગ કરી શકાય અને લોકોત્તર કરુણાને પણ સંવેગજન્ય અને સ્વાભાવિક એ બે ભેદમાં વહેંચી શકાય. તેમાં ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રહીનને વસ્ત્ર, નિરાશ્રિતને આશ્રય, ગ્લાનને ઔષધાદિ આપવું વગેરે લૌકિક કરુણા છે. અનાથાશ્રમો, સાર્વજનિક ઔષધાલયો, પાંજરા પોળો વગેરેના સંચાલનની પાછળ પણ પ્રાયઃ લૌકિક કરૂણા કામ કરે છે. શિક્ષણ આપતી શાળાઓ વગેરે પણ આ જાતની ભાવનાના પાયા ઉપર હોય છે. અજ્ઞાન એ અનેક દુઃખોનું કારણ છે. તે દૂર કરવા માટે અપાતું લૌકિક સમ્યમ્ નીતિનું શિક્ષણ અપેક્ષાએ કરુણાનું જ કાર્ય છે. અજ્ઞાની અજ્ઞાનને પોષે તે કરુણા નથી, એમ કહી શકાય.
લૌકિક કરુણા ઉત્પન્ન થવાના હેતુ એ છે મોહ અને દુઃખિતદર્શન ૧. દુઃખીને જોયા પછી ઉત્પન્ન થાય છે. ૨. અજ્ઞાની હિત અને અહિતને જાણી શકતો નથી. તેથી તે અનેક પ્રકારનાં દુઃખોનું ભાજન બને છે. કહ્યું છે કે –
अज्ञानं खलु कष्टं, द्वेषादिभ्यो सर्वदोषेभ्यः ।
अर्थ हितमहितं वा, न वेत्ति येनावृत्तो जीव: ।। દ્વેષ આદિ સર્વ દોષો કરતાં પણ અજ્ઞાન એ મોટું કષ્ટ છે, કારણ કે તેનાથી આવૃત્ત જીવ હિતકર કે અહિતકર અર્થને જાણી શકતો નથી.